ગણેશ નાઈકની આગોતરા જામીન અરજી પર આજે સુનાવણી

Gujarat Fight

ભાજપના વિધાનસભ્ય ગણેશ નાઈક વિરુદ્ધ એક મહિલાએ જાતીય શોષણનો આરોપ કર્યો છે. આ સાથે નાઈકે ધમકી આપ્યાની ફરિયાદ પણ દાખલ કરી છે. આ પ્રકરણમાં નાઈકે થાણે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. અરજી પર કોર્ટે આવતીકાલ પર સુનાવણી રાખી છે અને ત્યાં સુધી નાઈક પર ધરપકડની તલવાર લટકતી રહી છે.

નાઈક પર બળાત્કારનો ગુનો દાખલ થયો છે. તેમ જ તેમની સામે ધમકી આપવાનો પણ આરોપ હોવાથી ંબંને ગુનામાં નાઈકે આગોતરા જામીનમાગ્યા હતા. બળાત્કારના ગુનામાં કોર્ટે પહેલાં જ નાઈકને આગોતરા જામીન અરજી ફગાવી હતી. હવે ધમકાવવાના ગુનામાં નાઈકે કરેલી અરજી પર આજે કોર્ટે ચુકાદો બાકી રાખ્યો છે. આવતીકાલે નિર્ણય આપવામાં આવશે.

સંબંધીત મહિલાની ફરિયાદ પરથી નાઈક વિરુદ્ધ બે ગુના દાખલ કરાયા છે. નાઈકની ત્વરીત ધરપકડ કરો એવો નિર્દેશ રાજ્ય મહિલા પંચની અધ્યક્ષા રુપાલી ચાકણકરે નવી મુંબઈ પોલીસને આપ્યો છે. મહિલા પંચે નિર્દેશ આપ્યો હોવા છતાં નાઈકની તરત ધરપકડ થાય એવી શક્યતા નવી મુંબઈ પોલીસ કમિશનર બિપિનકુમાર સિંહે નકારી કાઢી છે.

સંબંધીત મહિલાએ આ બાબતે મહિલા પંચ સમક્ષ હાલ જ ફરિયાદ કરી છે. તેણે પોલીસમાં ફરિયાદ કરેલી પણ તેની દખલ નહીં લેવાતાં મહિલા પંચ સમક્ષ ધા નાખી હતી. નાઈક સાથેના સંબંધમાંથી પોતાને ૧૫ વર્ષનો પુત્ર પણ હોવાનો દાવો મહિલાએ કર્યો છે. નાઈક ૧૯૯૩થી મારું જાતીય શોષણ કરતા આવ્યા છે. તેમણે લગ્નની લાલચ આપી હતી તેમ જ મારી નાખવાની ધમકી આપીને શોષણ કર્યું હોવાનો મહિલાએ આરોપ કર્યો છે.


Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *