ખેડૂતોને વગર વ્ચાજે મળશે પાક ધીરાણ: રાઘવજી પટેલ

Gujarat Fight

ગુજરાત રાજ્યના ખેડૂતો (Farmers) માટે ગાંધીનગરથી (Gandhinagar) રાહતના સમાચાર આવ્યા છે. રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે (Raghavji Patel) જણાવ્યું છે કે રાજ્યના ખેડૂતોને વગર વ્યાજે પાક ધિરાણ મળશે (Agirculture Intrest Free Loans). ખેડૂતોને વ્યાજ ન ભરવું પડે તે માટે સરકાર ચાર ટકા વ્યાજની સહાય છૂટી કરી છે. રાજ્ય સરકારના નિર્ણયથી હવે પછી જગતના તાતને ઝીરો ટકા વ્યાજે લોન મળી રહેશે. આ લોનનું જે વ્યાજ છે તે કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે વહેચાઈ જશે. અત્યારસુધી સરકારનો નિર્ણય ન થવાના કારણે ખેડૂતોને પાક પર ધિરાણ લેવામાં વ્યાજ ભરવું પડતું હતું.

વ્યાજ સહાય છૂટી કરતા રાહત : ખેડૂતોને દર વર્ષે કુલ 7 ટકા ધિરાણ સહાયતા મળી હોય છે. જેમાં રાજ્ય સરકાર ચાર ટકા, અને કેન્દ્ર સરકાર 3 ટકા વ્યાજ મળે છે. જોકે, રાજ્ય સરકારે આ અંગે નિર્ણય કરતા ખેડૂતોને વગર વ્યાજે પાક ધિરાણ મળશે. આ ધિરાણ ખેડૂતોને પાક પર મળતું હોય છે. જે રાજ્યની તમામ સહકારી સંસ્થાઓમાંથી પણ મળી શકશે. સરકારે ચાર ટકા વ્યાજ છૂટું કરવાની જાહેરાત કરતા ખેડૂતોને વ્યાજ ભરવું નહીં પડે.


Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *