કોરોના વેક્સિન ફરજિયાત કરવા મુદ્દે સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, કોઈ પણ વ્યક્તિને વેક્સિન લેવા માટે મજબૂર ન કરી શકાય. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, વ્યક્તિનો પોતાના શરીર પરનો અધિકાર એ અનુચ્છેદ 21નો હિસ્સો છે. તેના અંતર્ગત કોઈ પણ વ્યક્તિને વેક્સિન લેવા માટે મજબૂર ન કરી શકાય.

દેશની શીર્ષ અદાલતે જણાવ્યું કે, કોઈ પણ વ્યક્તિને વેક્સિનેશન માટે મજબૂર ન કરી શકાય પંરતુ સરકાર મહામારી જેવા ગંભીર મુદ્દાઓ પર નીતિ બનાવી શકે છે. સરકાર વિશાળ અને સાર્વજનિક સ્વાસ્થ્ય માટે કેટલીક શરતો રાખી શકે છે.
સુપ્રીમ કોર્ટે વેક્સિનેશનને ફરજિયાત કરવાની માગણી કરતી અરજીને પણ ફગાવી દીધી હતી. આ સાથે જ સુપ્રીમ કોર્ટે વેક્સિનેશનના દુષ્પરિણામોને પ્રકાશિત કરવા માટે પણ નિર્દેશ આપ્યો છે. જોકે સાથે જ એવી સ્પષ્ટતા પણ કરી છે કે, વર્તમાન કોવિડ વેક્સિન નીતિ અયોગ્ય કે મનમાની ન ગણી શકાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ gujaratfight.com ન્યૂઝ સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો gujaratfight.com ની મોબાઇલ એપ્લિકેશન.