કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ ગઈ કાલે વિજય રૂપાણી પર જમીન કૌભાંડના આક્ષેપ લગાવ્યા હતા. ત્યારે આજે રૂપાણીએ પત્રકાર પરીષદ ગણાવીને મોઢવાડિયાના આક્ષેપો ફગાવી દીધા છે. તેમણે કહ્યું કે, ગઈ કાલે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ સુરતમાં રિઝર્વ પ્લોટ અંગે મારા પર આક્ષેપો કરેલ. એમની વાતને કોઈ મીડિયાએ હાઈક આપી નહિ. કારણ કે એ વાત સત્ય થી વેગળી હતી. કોંગ્રેસ હતાશ થઈ ગઈ છે. એટલા માટે જ કોંગ્રેસ ધડ માથા વગર આક્ષેપ બાજી કરે છે.

અર્જુન મોઢવાડીયા સિનિયર નેતા છે છતાંય અર્જુનભાઈને સરકારની કામ કરવાની પદ્ધતી ખબર નહિ હોય. અમે સુડા ની કિંમતી જમીન બચાવી છે. એટલે મહેરબાજી કરી ને કોમ્ગ્રેસ ના નેતાઓ અભ્યાસ વગર વાત ન કરે. મારી લોક પ્રિયતા અને પ્રતિષ્ઠાને હાનિ કરવાનું આ કામ કરે છે. હું પુરાવાઓના આધારે વાત કરું છું. 27 હજાર કરોડની જમીમ મૂળ જમીનદારોને આપવાનો આક્ષેપ છે. સુડા 1978મા થઈ. .સૂડાએ પહેલો ડીપી પ્લાનમાં 182 રિસર્વેશન સૂચવ્યા હતા. પહેલી વખત બિકાસ સ્કીમ 2004 મા રિવાઇઝ થઈ. ત્યારે 285 રિસર્વ પ્લોટ બન્યા. 8.10.2020 મા ટીપી ને રિવાઇઝ કરી ને મોકલી. સુડા દ્વારા 1661 જમીન ના 201 પ્લોટ રિવાઇઝ કરવામાં આવ્યા હતા. રિઝર્વેશન દૂર કરવા માટે 669 રજુઆતો મળી…
કન્સલ્ટટિવ કમિટી પણ આમાં બનાવવામાં આવી હતી. પહેલી વખત ડીપી મા જે રિસર્વેશન મા મુકાયા હતા તેને આપડે કોઈ અડયા નથી. 16 વર્ષ થી જે જે જમીનો માટે કોઈ કાર્યવાહી નહોતી થઈ તેવી જમીનો ને જ આપડે રિસર્વેશન માંથી હટાવ્યા છે. નામદાર સુપ્રીમ કોર્ટ તેમજ વિવિધ નામદાર કોર્ટ દ્વારા 10 વર્ષ થયેલ હોય તેવા તમામ રિઝર્વેશન રદ કરવા આદેશ આપેલ. અમે 50 ટકા જમીન સુડા ની બચાવી છે. સુરતમાં મારી કે મારા ભાગીદારોની એક ઇંચ પણ જમીન નથી. આ નિર્ણય કરવામાં મારુ અંગત હિત કોઈ જગ્યાએ જોડાયેલ નહોતું. મારા રાજીનામા બાદ પણ મારી લોક પ્રિયતમા વધારો થયો છે ઘટાડો નહિ થયો.