કોંગ્રેસમાં રહું તે માટે હાઈકમાન્ડ રસ્તો કાઢે : હાર્દિક પટેલ

Gujarat Fight

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને અગ્રણી પાટીદાર નેતા હાર્દિક પટેલ છેલ્લા કેટલાક સમયથી પક્ષની નેતાગીરીથી નારાજ છે. ત્યારે હાર્દિક પટેલ ફરી એક વખત નામ લીધા વગર કોંગ્રેસના નેતાઓ પર પ્રહાર કર્યો છે. હાર્દિક પટેલે ટ્વિટર ટ્વિટ કરીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. મહત્વનું છે કે, છેલ્લા કેટલાક સમયથી હાર્દિક પટેલ કોંગ્રસના નેતાઓની નેતાગીરીથી નારાજ છે. ત્યારે આ નારાજગી વચ્ચે હાર્દિક પટેલે આજે ફરી એક વખત પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે.

હાર્દિક પટેલે ટ્વિટ કરીને કોંગ્રેસના નેતાઓ પર સીધા પ્રહાર કરતાં જણાવ્યું છે કે, કેટલાક નેતાઓ ઈચ્છે છે હાર્દિક કોંગ્રેસ છોડી દે, આ ટ્વિટમાં હાર્દિકે કેટલાક નેતાઓ તેનું મનોબળ તોડવા માંગતા હોવાનું પણ કહ્યું છે. જો કે, હાર્દિકે કોંગ્રેસમાં જ રહેવાની ઈચ્છા વ્યકત કરી છે. આ સાથે હાર્દિકે કેન્દ્રિય નેતાગીરી પાસે સમસ્યાના ઉકેલ માટે પણ અપીલ કરી છે. અને કહ્યું છે કે, હું આશા રાખું છું કે કેન્દ્રીય નેતાઓ કોઈ રસ્તો કાઢશે.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને અગ્રણી પાટીદાર નેતા હાર્દિક પટેલ છેલ્લા કેટલાક સમયથી પક્ષની નેતાગીરીથી નારાજ છે. તાજેતરમાં હાર્દિક પટેલે મોટું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓમાં નિર્ણય શક્તિનો અભાવ છે. જેને લઈને ગુજરાત રાજકારણમાં ભારે ગરમાવો વ્યાપી ગયો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દિલ્હીમાં હાઈકમાન્ડ સમક્ષ મેં મારી વાત મુકી છે. હાર્દિકે સ્પષ્ટ પણે જણાવ્યું હતું કે, તેઓ ભાજપની નેતાગીરીથી અને તેની સંગઠન શક્તિથી ખૂબ પ્રભાવિત છે.


Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *