કેજીએફ ટુ ફિલ્મે બોક્સ ઓફિસ પર ૭૫૦ કરોડ રુપિયાથી વધુ કલેકશન કરીને તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. હવે તેના નિર્માતા હોમ્બલે પ્રોડકશન કંપનીએ પોતાની આગામી ફિલ્મની ઘોષણા કરી દીધી છે. તેઓ સૂરારાઈ પોટ્ટુરુ જેવી બહુ વખણાયેલી ફિલ્મનાં દિગ્દર્શક સુધા કાંગારા સાથે કોલબરેશન કરી નવી ફિલ્મ બનાવી રહ્યા છે.

હોબલે ફિલ્મસે સોશ્યલ મીડિયા સત્તાવાર ઘોષણાકરતાંં કહ્યું હતું કે કેટલીક સત્યકથાઓને વધુ સારી રીતે લોકો સમક્ષ લાવવાની જરુર છે. આથી અમે સુધા કાંગરા સાથે એક નવું પ્રોડક્શન હાથ ધરી રહ્યા છે. આ ફિલ્મ પણ સૌને પસંદ પડશે તેવી અમને ખાતરી છે. સુધા કાંગરાની સૂરારાઈ પોટ્ટુરુમાં સુરિયાએ કામ કર્યું હતું. તેમની અન્ય ફિલ્મ ઇરુડી સુત્તુરુમાં માધવને હિરો તરીકે કામ કર્યું હતું. સુધાની હવે આ નવી ફિલ્મ માત્ર તમિલમાં બનશે કે પછી કેજીએફની જેમ જ તે હિંદી સહિતની ભાષાઓમાં રિલિઝ કરવામાં આવશે.