કેજીએફ ટુના કન્નડ સ્ટાર યશ હાલપોતાની ફિલ્મની સફળતાનો આનંદ માણી રહ્યો છે. આ દરમિયાન નોર્થ ઇન્ડિયામાં તેની લોકપ્રિયતા ઝડપથી વધી રહી છે. ફક્ત હિંદી ભાષામાં જઆ ફિલ્મે રૂપિયા ૩૦૦ કરોડની કમાણી કરી લીધી છે. હવે યશની લોકપ્રિયતાને વટાવી લેવા માટે ટોચની કંપનીઓ એન્ડોર્સમેન્ટ માટે તેનો સંપર્ક કરી રહી છે. મળેલા રિપોર્ટના અનુસાર, યશને હાલમાં જ વિમલ પાન મસાલા અને ઇલાયચી બ્રાન્ડ કંપનીએ એપ્રોચ કર્યો હતો. આ માટે તેને તગડી રકમ ઓફર કરવામાં આવી હતી. પરંતુ યશે પોતાની ઇમેજને ધ્યાનમાં રાખીને વિનમ્રતાથી આ ઓફર ઠુકરાવી દીધી હતી.

આ પછી ફરી એક વખત સોશ્યલ મીડિયા પર અક્ષય કુમાર, અજયદેવગણ ્ને શાહરૂખ ખાન ટ્રોલ થવા લાગ્યા છે. આ ત્રણેય સિતારાઓ વિમલ કંપની સાથે જોડાયેલા હતા. પરંતુ અક્ષય કુમારને આ વિજ્ઞાાપન કરતો જોઇને તેના ચાહકો નારાજ થઇ ગયા હતા. જે વ્યક્તિ અંગત જીવનમાં માદક પદાર્થોનું સેવન નથી કરતો અને પોતાની ફિટનેસ પ્રત્યે સજાગ છે તે આવી વિજ્ઞાાપન કરે તે તેના પ્રશંસકોને માન્ય નહોતું. અંતે ટ્રોલરનું માન રાખીને અક્ષયે સોશ્યલ મીડિયા પર આવી વિજ્ઞાાપન કરવા બદલ માફી પણ માંગી હતી અને તેમાંથી મળેલી રકમને દાન કરવાની ખાતરી આપી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ gujaratfight.com ન્યૂઝ સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો gujaratfight.com ની મોબાઇલ એપ્લિકેશન.