બોલીવૂડ સ્ટાર શાહરૂખ ખાન તાજેતરમાં ની પાર્ટીમાં નજરે પડ્યો હતો. એ પછી તે બાબા સિદ્દીકીની ઈફતાર પાર્ટીમાં પણ પહોંચ્યો હતો.

હવે કિંગ ખાન પોતાના ઘર મન્નતની નેમ પ્લેટને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં જ શાહરૂખે પોતાના ઘરની નેમ પ્લેટ બદલાવી છે અને તેના ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર થઈ રહ્યા છે. એવી અટકળો થઈ રહી છે કે નવી નેમ પ્લેટ શાહરૂખની પત્ની ગૌરી ખાને ડિઝાઈન કરી છે. કારણકે તે પોતે ઈન્ટિરિયર ડેકોરેટર પણ છે.
બીજી તરફ આ નેમ પ્લેટ 25 થી 30 લાખ રૂપિયાની છે. નેમ પ્લેટના ખર્ચને લઈને ઈન્ટરનેટ પર ચર્ચાઓ ચાલી રહી છે. શાહરૂખ ખાનની વાત કરવામાં આવે તો તે હાલમાં પઠાણના શૂટિંગને પુરૂ કરી ચુકયો છે અને હવે તે રાજકુમાર હિરાનીની ફિલ્મ ડન્કીનુ શૂટિંગ શરૂ કરવાનો છે.