
કલોલના પાનસર રોડ પર આવેલી સોમનાથ નગર સોસાયટી વિભાગ-2 માં રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ ઉપર લોકલ ક્રાઇમ બ્રાંચે દરોડો પાડીને પાંચ જુગારીયાઓને રૂ. 1.31 લાખની મત્તા સાથે ઝડપી લઈ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગાંધીનગર રેન્જ આઈજી અભય ચુડાસમા અને જિલ્લા પોલીસ વડા તરુણ દુગ્ગલની સૂચનાથી એલસીબી પીઆઈ એચપી ઝાલાની ટીમના માણસો કલોલ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા. ત્યારે પાનસર રોડ પર આવેલી સોમનાથ નગર સોસાયટી વિભાગ-2ના રહેણાંક મકાન નંબર-ઈઈ/17માં લતીફ યુસુફમિયાં બહેલીમ જુગારધામ ચલાવતો હોવાની પાક્કી બાતમી મળી હતી. જેનાં પગલે એલસીબીનો કાફલો બાતમીવાળા મકાનના લોખંડનો દરવાજો ખોલીને અંદર પ્રવેશ્યો હતો. જ્યાં રૂમનો દરવાજો અંદરથી બંધ હોવાથી એલસીબીએ બારીમાંથી નજર કરતાં રૂમમાં પાંચ ઈસમો ગોળ કુંડાળું વળીને જુગાર રમતાં જોવા મળ્યા હતા.
બાદમાં એલસીબીએ દરવાજો ખોલાવી જુગારીયાઓને જે-તે સ્થિતિમાં બેસી રહેવાની સૂચના આપી રેઇડની કાર્યવાહી શરૂ કરી હતી. જેમાં લતીફ યુસુફમિયાં બહેલીમ, ઇમરાન હુસેન ચાંદમહમદ નાગોરી(રહે. સી – 11, આયોજન નગર), અસલમ સદરૂભાઈ કુરેશી (પાનસર કતલખાના નજીક), મહેબૂબખાન અહેમદખાન પઠાણ (રહીમપૂરા, કલોલ) અને મહમદ શરીફ યાસીનભાઈ કુરેશી (રહીમપૂરા, કલોલ)ની ધરપકડ કરી લેવાઇ હતી. ઉપરોક્ત જુગારીયાઓ પાસેથી એલસીબીએ રૂ. 41 હજાર 490 રોકડા, 4 મોબાઇલ ફોન, 3 ટુ-વ્હીલર મળીને રૂ. 1 લાખ 31 હજાર 470નો મુદ્દામાલ જપ્ત કરી કલોલ શહેર પોલીસ મથકમાં જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ gujaratfight.com ન્યૂઝ સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો gujaratfight.com ની મોબાઇલ એપ્લિકેશન.