કલોલ રોડ પરથી ટ્રકમાંથી 588 નંગ દારૂનો જથ્થો ઝડપાયો

Gujarat Fight

ગાંધીનગરની લોકલ ક્રાઇમ બ્રાંચ -1ની ટીમે બે દિવસ પહેલા જ 407 ટ્રકમાંથી 3088 નંગ દારૂ બિયરનો જથ્થો સઈજથી ઝડપી પાડયો હતો. એવામાં ગઈકાલે રાત્રે ફરીવાર એલસીબીએ કલોલ તાલુકા પોલીસ મથકની હદમાં છત્રાલ – પાનસર રોડ પરથી દારૂનો જથ્થો ભરીને પસાર થતી બંધ બોડીની ટ્રકને પકડી પાડી 588 નંગ દારૂનો જપ્ત કરી 6.35 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જો કે ટ્રકનો ડ્રાઇવર પોલીસને થાપ આપીને નાસી જવામાં સફળ પણ રહ્યો છે.

ગાંધીનગર કલોલ તાલુકા પોલીસ મથકની હદમાં બે દિવસ અગાઉ જ લોકલ ક્રાઇમ બ્રાંચ – 1 દ્વારા પૂર્વ બાતમીના આધારે વોચ ગોઠવીને સઈજ રોડ પરથી 9.67 લાખની કિંમતનો દારૃ બિયરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યારે ગઈકાલે એલસીબી – 1 ની અન્ય એક ટીમે પણ છત્રાલ – પાનસર રોડ પરથી ટ્રકમાં દારૂની હેરફેર ઝડપી પાડવામાં આવી છે. એલસીબીની ટીમને મળેલી બાતમીના પગલે છત્રાલ – પાનસર રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી. એ વખતે બાતમી મુજબની ટ્રક પસાર થતા તેને રોકવા માટે ઈશારો કરાયો હતો.

ડ્રાઇવર પાનસર તરફ થોડેક આગળ જઈને અંધારામાં ટ્રક રોકીને ભાગી ગયો હતો. બાદમાં એલસીબી દ્વારા ટ્રકને પોલીસ મથકે લઈ જઈ તલાશી લેવામાં આવતા અંદરથી રૂ. 2.35 લાખની કિંમતની 49 પેટીમાં 588 નંગ દારૃની બોટલો મળી આવી હતી. આ અંગે એલસીબીએ કલોલ તાલુકા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી દારૂનો જથ્થો અને ટ્રક મળી કુલ 6.35 લાખનો મુદામાલ જપ્ત કરી લીધો હતો.


Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *