કર્ણાટકના થિયેટરમાં ‘KGF 2’ જોવા આવેલા યુવક પર ફાયરિંગ

Gujarat Fight

કર્ણાટકના થિયેટરમાં ‘KGF 2’ જોવા આવેલા એક યુવક પર બાજુ બેઠેલા 27 વર્ષીય વ્યક્તિએ ધડાધડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટના કર્ણાટકમાં હાવેરી જિલ્લાના એક થિયેટરની છે. અહીંયા ફિલ્મ જોવા આવનાર વસંત કુમાર નામની વ્યક્તિની અન્ય વ્યક્તિ સાથે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ તે અજાણી વ્યક્તિએ વસંત પર ગોળીબાર કર્યો હતો.

રિપોર્ટ્સ પ્રમાણે, ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક એક સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ડૉક્ટર્સના મતે તેની તબિયત હાલમાં સારી છે. પોલીસે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે વસંતકુમાર નામના વ્યક્તિને ગોળી વાગી છે અને તેણે પોતાની સામેની લાઇનમાં બેઠેલા યુવકની સીટ પર પગ મૂક્યો હતો. આ કારણે તે યુવક ભડકી ઉઠ્યો હતો અને બંને વચ્ચે દલીલો થઈ હતી. થોડીવાર બાદ તે યુવક થિયેટરની બહાર જતો રહ્યો અને પછી તે બંદૂક લઈને આવ્યો હતો. તેણે વસંત કુમાર પર ફાયરિંગ કર્યું હતું.

થિયેટરમાં બેઠેલા અન્ય વ્યક્તિઓએ કહ્યું હતું કે આરોપી વ્યક્તિએ અંદાજે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પહેલીવાર હવામાં ગોળી ચલાવી અને બીજા બે રાઉન્ડ વસંત કુમાર પર કર્યા હતા. ફાયરિંગ થયા બાદ થિયેટરમાં અફડાતફડીનો માહોલ હતો. લોકોમાં દોડાદોડી થઈ ગઈ હતી. માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી ગયા હતા. ઘાયલ વ્યક્તિને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો.


Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *