કમર દર્દથી જલ્દી આરામ આપશે આ 6 ઘરેલૂ રીત

Gujarat Fight

ભારતમાં લગભગ 60 ટકા લોકોને પીઠ દર્દની સમસ્યા રહે છે. આ માટે અનેક કારણો પણ જવાબદાર હોઈ સકે છે. શક્ય છે કે ઘરની સફાઈ કરતી સમયે કે કોઈ ફિઝિકલ કસરત કરતી સમયે પીઠમાં ઝટકો લાગી શકે છે. ગઠિયા અને એન્કિલોસિંગ સ્પોન્ડિલાઈટિસ જેવા કોઈ કારણોસર પણ પીઠમાં દર્દ થાય તે શક્ય છે. અનેકવાર આ દર્દ અસહ્યનીય બની શકે છે. લાંબા સમયથી કમરમાં થતા દર્દને માટે ડોક્ટરની સલાહ લેવી જરૂરી બને છે. આ સાથે જ કેટલીક સામાન્ય કસરતો પણ તમને આરામ આપી શકે છે.

એક રિપોર્ટ અનુસાર અલગ અલગ પ્રકારના પીઠના દર્દીને માટે એક સામાન્ય માન્યતા છે કે તે એક્ટિવ રહેતા નથી.પરંતુ તમે તમારી એક્ટિવિટી બનાવી રાખો છો અને ચાલો છો તો પીઠદર્દને ઘટાડવામાં મદદ મળી શકે છે. પીઠના દર્દથી રાહત મેળવવા માટે રોજ 30 મિનિટ સુધી વોકિંગ કરવું જરૂરી છે. જો તમે વોકિંગને અવોઈડ કરો છો તો કરોડ રજ્જુ અને તેની આસપાસની માંસપેશીઓ નબળી બને છે અને દર્દનું કારણ બને છે. પેટના કોર મસલ્સ પીઠને સહારો આપે છે. તાકાત અને લચીલાપણું બંને તમારા દર્દને દૂર કરવામાં અને તેને રોકવામાં મદદ કરે છે. આ માટે સ્ટ્રેચિંગ અને પીઠને મજબૂત કરનારી કસરતને ભૂલશો નહીં. આ માટે યોગ, પિલેટ્સ અને તાઈ ચી તમારા કોર અને હિપ્સની આસપાસની માંસપેશીને મજબૂત કરવામાં મદદ કરે છે.

જો કોઈનું વજન વધારે છે તો તેની પીઠમાં દર્દ રહે તે સામાન્ય વાત છે. કમર દર્દથી બચવા માટે વજનને ઘટાડો અને પીઠની નીચેના ભાગ પર દબાણ ઓછું આવે તેવો પ્રયાસ કરો. જો તમે વજન ઓછું કરવાનું વિચારી રહ્યા છો તો ફિટનેસ ટ્રેનરની મદદ લઈ શકો છો. મળતી માહિતિ અનુસાર જો તમે ધૂમ્રપાન કરો છો તો તમારી કરોડરજ્જૂમાં તકલીફની શક્યતા સામાન્ય વ્યક્તિ કરતા 4 ગણી વધારે રહે છે. સિગરેટ અને અન્ય ઉત્પાદકોમાં નિકોટિન તમારી કરોડરજ્જૂને નબળી કપરી શકે છે. બરફથી શેક કરવો જરૂરી પીઠના દર્દથી રાહત મેળવવા માટે બરફનો શેક કરવો સારી વાત માનવામાં આવે છે. જો તમે પીઠના સોજા કે દર્દથી પરેશાન છો તો બરફનો શેક તમને રાહત આપી શકે છે. જો તમે માંસપેશીઓને રાહત આપવાની કોશિશ કરી રહ્યા છો તો એક હીટિંગ પેડ સારું સાબિત થઈ શકે છે. 20 મિનિટ સુધી આઈસિંગ બેસ્ટ ઉપાય હોઈ શકે છે.


Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *