ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી પેપર ફૂટવાથી લઈને ચોરી થવાની ઘટના સામે આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. થોડા દિવસ પહેલા વીર નર્મદ યુનિવર્સિટીમાં પેપર ફૂટવાની ઘટના સામે આવી હતી તો બે દિવસ પહેલા ભાવનગર જિલ્લાની એક પ્રાથમિક શાળામાંથી પેપર ચોરી થઈ ગયા છે. તો હવે કચ્છની એક પ્રાથમિક શાળાના ધો 6 અને 8 ના પેપર વિતરણમાં છબરડો સામે આવ્યો છે.

આ અંગે સામે આવેલી વિગતો અનુસાર સામાજિક વિજ્ઞાનના પેપર હતુ તેની જગ્યાએ ગણિતનું પેપર આપી દેવાતા બધા ચોંકી ગયા હતા. ભૂજ અને મુંદ્રાની 6 સ્કુલોમાં સામાજિક વિજ્ઞાનના પેપરની જગ્યાએ ગણિતના પેપર નીકળ્યા વિદ્યાર્થીઓ મુંજાયા હતા. મુંદ્રાની 5 સ્કુલ અને ભૂજની 1 સ્કુલમાં અલગ વિષયના પેપર નીકળ્યાની ફરિયાદ થતા હોબાળો મચી ગયો હતો. વિવાદ વધતા જિલ્લા પ્રાથમિક શિક્ષણ પ્રશાસન હરકતમાં આવ્યું છે અને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે તેવી વાત કરી છે. તો બીજી તરફ ડીપીઈઓએ એજન્સી સામે કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. પરીક્ષા હાલ રાબેતા મુજબ ચાલુ છે.