કંગનાએ યુપીના CM યોગી આદિત્યનાથ સાથે કરી મુલાકાત

Gujarat Fight

બૉલીવુડ કવિન કંગના રનૌત કોઈને કોઈ મામલે વિવાદમાં રહે છે. હાલમાં જ કંગનાએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મુલાકાત કરી છે. કંગના ઉત્તર પ્રદેશના વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ એટલે કે ODOP યોજનાની બ્રાન્ડ એમ્બેસેડર છે. આ યોજનાનાં કામને કારણે કંગનાએ યોગી સાથે મુલાકાત કરી હતી. આ અંગેની જાણકારી કંગનાએ તેના સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરીને આપી હતી.

કંગનાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરીને લખ્યું હતું કે, હાલમાં જ વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ મને મહારાજ યોગી આદિત્યનાથને મળવાનો અવસર પ્રાપ્ત થયો હતો. આ એક અદભુત સાંજ હતી. હું પોતાને સમ્માનિત અને પ્રેરિત મહેસુસ કરી રહી છું. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષ ઓક્ટોબર મહિનામાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી સાથે બેઠક કર્યા બાદ રાજ્ય સરકારે કંગનાને વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ પ્રોગ્રામની બ્રાન્ડ એમ્બેસેડર બનાવી છે. વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ ઉત્તરપ્રદેશ સરકારનો એક અગત્યનો પોગ્રામ છે. જેનો ઉદેશ્ય સ્વદેશી, વિશિષ્ટ ઉત્પાદકો અને શિલ્પને આગળ વધારવાનો છે. જે ઉત્તરપ્રદેશના દરેક જિલ્લામાં છે. કંગનાએ જે સાડી પહેરી હતી તે ચિકનકારી વર્કવાળી હતી. આ સાડી ઉત્તરપ્રદેશના કલાકારો દ્વારા બનાવવામાં આવી છે.

થોડા સમય પહેલા ઉત્તર પ્રદેશ સરકારે કહ્યું હતું કે, રાજ્યમાં ચિકનકારી, જજરી જરદોશી અને કાળા નમકે ચાવલ જેવી અમુક પ્રોડક્ટ બીજે ક્યાંય મળતી નથી. કંગનાના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તેની આગામી ફિલ્મ ‘ધકડ’ છે. જે 20 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં કંગનાની સાથે દિવ્યા દત્તા અને અર્જુન રામપાલ પણ નજરે આવશે. આ સિવાય કંગનાની ફિલ્મ ‘તેજસ’ 5 ઓક્ટોબરના રિલીઝ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ gujaratfight.com ન્યૂઝ સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો gujaratfight.com ની મોબાઇલ એપ્લિકેશન.


Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *