બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન ફોટોગ્રાફર્સ સાથે સારું બોન્ડિંગ ધરાવે છે. તે જ્યારે પણ ઘરની બહાર નીકળે ત્યારે ફોટોગ્રાફર્સને ‘નમસ્તે’ કહેવાનું ભૂલતી નથી. જોકે, તાજેતરમાં જ સારા અલી ખાન ફોટોગ્રાફર્સ પર ગુસ્સે થઈ ગઈ હતી અને પોઝ આપવાની ચોખ્ખી ના પાડી દીધી હતી.

રાત્રે સારા અલી ખાન મુંબઈમાં સેટ પરથી જતી હતી. આ સમયે કેટલાંક ફોટોગ્રાફર્સ ભેગા થઈ ગયા હતા. ફોટોગ્રાફર્સને જોતા જ સારાએ સ્માઇલ આપી હતી. સારા કેમેરામેનથી ઘેરાઈ ગઈ હતી. સારા પિક્ચરની લાલચમાં એક ફોટોગ્રાફરે અકસ્માતે સારાને ધક્કો મારી દીધી હતો. આ વાતથી સારા ઘણી જ નારાજ થઈ હતી. તેણે તરત જ પોતાનો મૂડ બદલી નાખ્યો હતો અને ફોટોગ્રાફર્સ આપવાની ચોખ્ખી ના પાડી દીધી હતી.
ફોટોગ્રાફર્સે સારાને પોઝ આપવા માટે વિનંતી કરી હતી. સારાએ ના પાડી હતી અને કહ્યું હતું, ‘ફિર આપ લોગ ધક્કા મારતે હો ઐસે’ (પછી તમે લોકો આ રીતે ધક્કો મારો છો) સારા કારમાં બેસીને જતી રહી હતી. સો.મીડિયામાં સારાને ધક્કો મારતો વીડિયો વાઇરલ થયો છે.