ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી સો.મીડિયામાં એક્ટિવ રહેતી હોય છે. 41 વર્ષીય શ્વેતાએ સો.મીડિયામાં વીડિયો ને ફોટોઝ શૅર કરતી હોય છે. હાલમાં જ શ્વેતા પોતે ખુશ હોય તેવી તસવીરો શૅર કરી હતી. આ તસવીરો પોસ્ટ કર્યા બાદ શ્વેતાએ ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો છે. શ્વેતા ફ્લોરલ મેક્સી ડ્રેસમાં જોવા મળી હતી. આ તસવીરો શૅર કરીને શ્વેતાએ કેપ્શન આપ્યું હતું, ‘તેઓઃ આટલું કેમ હસી રહી છે?’ અમેઃ તેરે બાપ કા ક્યા જાતા હૈ’.

શ્વેતાની આ પોસ્ટ અનેક સો.મીડિયા યુઝર્સને ગમી હતી. એક યુઝરે કહ્યું હતું, ‘ગોર્જિયસ લાગે છે.’ અન્ય એકે કહ્યું હતું, ‘ક્યૂટ સ્માઇલ.’ બીજાએ કમેન્ટ કરી હતી, ‘આ રીતે હંમેશાં હસતી રહેજે.’ નોંધનીય છે કે શ્વેતા તિવારીનો અપકમિંગ પ્રોજેક્ટ બોલિવૂડ ડિરેક્ટર રોહિત શેટ્ટી સાથે છે.
શ્વેતાએ 1998માં રાજા ચૌધરી સાથે લગ્ન કર્યાં હતાં. આ લગ્નથી દીકરી પલકનો જન્મ થયો હતો. લગ્નના 9 વર્ષ બાદ 2007માં શ્વેતાએ રાજા વિરુદ્ધ મારપીટનો કેસ દાખલ કર્યો હતો. શ્વેતાનો આક્ષેપ હતો કે રાજા નશામાં તેની સાથે ખરાબ વર્તન કરે છે અને તેને માર મારે છે. અનેકવાર સેટ પર પણ રાજાએ હંગામો કર્યો હતો. ડિવોર્સ બાદ દીકરી પલકની કસ્ટડી શ્વેતાને મળી હતી. 2013માં શ્વેતાએ અભિનવ કોહલી સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નથી દીકરો રેયાંશ છે. જોકે, છેલ્લાં કેટલાંક વર્ષથી અભિનવ તથા શ્વેતા અલગ રહે છે. શ્વેતાએ અભિનવ વિરુદ્ધ ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ ફાઇલ કર્યો હતો.