બોલિવૂડની ક્યૂટ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ આ દિવસોમાં અજય દેવગન સાથે તેની આગામી ફિલ્મ ‘રનવે 34’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. તે ફિલ્મને હિટ બનાવવા માટે શક્ય તમામ પ્રયાસ કરી રહી છે. આ દરમિયાન, અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેની કેટલીક અદભૂત તસવીરો શેર કરી છે, જેમાં તે સુંદર લાગી રહી છે. તેના લેટેસ્ટ ફોટોશૂટે તેના ફેન્સનું દિલ જીતી લીધું છે. રકુલ પ્રીત સિંહે (Rakul Preet Singh New Photo) ઈન્સ્ટાગ્રામ પર પોતાનો નવો ફોટો શેર કરતા એક અદ્ભુત કેપ્શન લખ્યુ છે. આ વાંચીને તેના ચાહકો ખુશ થઈ રહ્યા છે.

ઓફ વ્હાઇટ અને ગોલ્ડન શેડ્સવાળા લાંબા શર્ટ અને ક્રોપ ટોપમાં ખૂબ જ સુંદર લાગે છે. તેનું ક્રોપ ટોપ ખૂબ જ સ્ટાઇલિશ લાગે છે. તેનું હાર્ટ શેપમાં બનેલું ડીપ નેક ક્યુટ ટોપ તેની સુંદરતામાં વધારો કરી રહ્યું છે. ફોટોશૂટ દરમિયાન તે અલગ-અલગ એંગલમાં પોઝ આપતી જોવા મળે છે. અભિનેત્રીના લેટેસ્ટ ફોટો પર ચાહકો પ્રેમ વરસાવી રહ્યા છે. કેટલાક તેને સુંદર કહી રહ્યા છે તો કેટલાક તેની પોસ્ટ પર હાર્ટ અને ફાયર ઇમોજી શેર કરીને કોમેન્ટ કરી રહ્યા છે. અમે તમને રકુલ પ્રીત સિંહ વિશે એક ખાસ વાત જણાવીએ કે તે અન્ય લોકોની જેમ સોશિયલ મીડિયા પ્રેમી છે.