બોલિવૂડ એક્ટ્રેસ નિમ્રત કૌરે હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘દસવીં’ માટે વજન વધારવા તથા ઘટાડવા અંગેનો અનુભવ શૅર કર્યો હતો. ફિલ્મમાં તેણે બિમલા દેવીનો રોલ પ્લે કરવા માટે 15 કિલો જેટલું વજન વધાર્યું હતું. આ ફિલ્મમાં નિમ્રત ઉપરાંત અભિષેક બચ્ચન તથા યામી ગૌતમ પણ છે. નિમ્રતે હાલમાં સો.મીડિયામાં વજન વધાર્યાની તથા ઘટાડ્યાની તસવીરો શૅર કરીને લાંબી પોસ્ટ શૅર કરી છે.

નિમ્રતે પોસ્ટ શૅર કરીને કહ્યું હતું કે જ્યારે તે વજન વધારવાનો પ્રયાસ કરતી હતી ત્યારે લોકોએ કેવી રીતે તેના ભોજનની આદતો પર રિએક્શન આપ્યું હતું. નિમ્રતે કહ્યું હતું, ‘હું મારા જીવનનું એક ચેપ્ટર શૅર કરી રહી છું, આમાંથી કંઈક એવું છે, જે શીખી શકાય છે અને જીવનભર કામ આવશે. મારું વજન પહેલાં સામાન્ય હતું, પરંતુ ‘દસવીં’ માટે 15 કિલો વજન વધારવાનું હતું. વજન વધારતા સમયે મને શરૂઆતમાં મુશ્કેલી પડી, પરંતુ પછી મને આદત પડી ગઈ. કેટલાંક લોકોએ મારી પર ભદ્દી કમેન્ટ્સ કરી હતી તો કેટલાંક મને ફાલતુ સલાહ પણ આપી.
એક્ટ્રેસે કહ્યું હતું, આ અનુભવે મને એક્ટ્રેસ તથા યુવતી બંને રીતે શીખવ્યું કે આપણે બધાએ પોત-પોતાના કામથી સંબંધ રાખવો કેટલો જરૂરી છે. આ પ્રક્રિયામાંથી પસાર થયા બાદ હું શીખી કે કોઈના વિચારથી આપણે આપણાં સંબંધો નક્કી કરવા જોઈએ નહીં.’ પોસ્ટની અંતે નિમ્રતે કહ્યું હતું કે તમામે વધુ સાવચેતી, સંવેદનશીલ તથા સહાનુભૂતિ રાખવાની જરૂર છે. તમે કોઈનો દિવસ સારો ના બનાવીશ કો તો તેને ખરાબ તો ના જ કરો. અન્ય કોઈને બદલ તમારા મન, શરીર તથ કામ પર ધ્યાન આપો.