બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા બોલ્ડ સ્ટાઇલને કારણે જાણીતી છે. મલાઈકાને જો કોઈ સ્ટાઇલમાં ટક્કર આપી શકે તો તે માત્ર ને માત્ર દિશા પટની છે. હાલમાં જ દિશા કથિત બોયફ્રેન્ડ ટાઇગર શ્રોફની ફિલ્મ ‘હીરોપંતી 2’ના સ્ક્રીનિંગમાં જોવા મળી હતી. શોર્ટ આઉટફિટમાં આવેલી દિશાના હાથમાં એકદમ નાનકડું પર્સ હતું. આ પર્સને કારણે દિશાને સો.મીડિયા યુઝર્સે ટ્રોલ કરી હતી.

દિશા પટનીએ લેવેન્ડર રંગનો એકદમ લો કટ શોર્ટ ડ્રેસ પહેર્યો હતો. તેણે વાળ ખુલ્લા રાખ્યા હતા. દિશાના હાથમાં એકદમ નાનકડું પર્સ હતું. સો.મીડિયા યુઝર્સને દિશાના હાથમાં રહેલા નાનકડા પર્સથી ઘણી નવાઈ લાગી હતી. એક યુઝરે કહ્યું હતું, ‘પર્સમાં શું છે? પાન મસાલાની પડીકી?’ અન્ય એકે કહ્યું હતું, ‘આ પર્સમાં શું મૂક્યું હશે?’ તો બીજાએ કમેન્ટ કરી હતી, ‘દિશાના હાથમાં કયું તાળું છે?’ મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે દિશાના હાથમાં રહેલાં પર્સની કિંમત અંદાજે 46 હજાર હોવાનું માનવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ gujaratfight.com ન્યૂઝ સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો gujaratfight.com ની મોબાઇલ એપ્લિકેશન.