એકતરફી પ્રેમ:કન્યા વરમાળા પહેરાવીને રૂમમાં પહોંચી ત્યારે પ્રેમીએ કર્યું ફાયરિંગ, ઘટના સ્થળે જ દુલ્હન

Gujarat Fight

કાજલની જાન નોઈડાથી આવી હતી. વરરાજાને વરમાળા પહેરાવ્યા બાદ દુલ્હન રૂમમાં ગઈ હતી.

યુપીના મથુરામાં એક હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક રોમીયોએ દુલ્હનની ગોળી મારીને હત્યા કરી છે. તે તેને એકતરફી પ્રેમ કરતો હતો. ઘટના તે સમયે બની જ્યારે કન્યા વરને વરમાળા પહેરાવીને રૂમમાં બેઠી હતી, ત્યારે અચાનક પ્રેમી ત્યા આવી ગયો હતો. તેણે પિસ્તોલ વડે કન્યાને સીધી આંખમાં ગોળી મારી દીધી હતી.

ઘટના નૌહઝીલ વિસ્તારના મુબારિકપુર ગામની છે. ખુબીરામ પ્રજાપતિની પુત્રી કાજલના ગુરૂવારે લગ્ન હતા. જાન નોઈડાથી આવી હતી. રાત્રીના એક વાગ્યે વરમાળા વિધિ કરાઈ હતી. કાજલે વરરાજાને વરમાળા પહેરાવી. સ્ટેજ પર પણ ખૂબ હસા-મજાક થઈ. આ પછી, દુલ્હનને તેની બહેન અને સખીઓ રૂમમાં પરત લઈ ગઈ હતી.

આરોપી અનીશનું ઘર ગામમાં કાજલના ઘરથી 400 મીટર દુર છે. ઘટના બાદ અનીશ અને તેના સાથી ફરાર થઈ ગયા હતા.

જાન પર પથ્થર ફેંક્યો, પછી દુલ્હનને ગોળી મારી
દુલ્હન જેવી તેના રૂમમાં ગઈ. ત્યારે બે-ત્રણ યુવકોએ સ્થળ પર પથ્થરમારો શરૂ કર્યો હતો. દુલ્હનના પિતા ખુબીરામે જણાવ્યું કે પાડોશમાં રહેતા અનીશનો ભાઈ અને બે મિત્રો પથ્થરમારો કરી રહ્યા હતા. પરિવારજનો આ યુવકોની પાછળ દોડી આવતાં જ હોબાળો મચી ગયો હતો.

ફાયરિંગનો અવાજ સાંભળીને દુલ્હનની સાથે રહેલા લોકો રૂમમાંથી બહાર આવ્યા. ત્યારપછી પહેલેથી જ ઘાત લગાવીને બેઠેલો અનીશ દુલ્હનના રૂમમાં પહોંચી ગયો હતો. ત્યાં તે કાજલની આંખમાં ગોળી મારીને ત્યાંથી ભાગી ગયો હતો. ગોળીનો અવાજ સાંભળીને બધા જ્યારે રૂમમાં પહોંચ્યા તો લોહીથી લથપથ કાજલ જમીન પર પડેલી હતી. તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી પરંતુ કાજલ પિતાના ખોળામાં જ મોતને ભેટી હતી.

અનીશ કાજલને હેરાન કરતો હતો
દુલ્હનના પિતા ખુબીરામે જણાવ્યું કે અનીશ કાજલને હેરાન કરતો હતો. તે કાજલને એકતરફી પ્રેમ કરતો હતો, પણ કાજલ તેને પસંગ કરતી નહોતી. અમે તેનાથી કંટાળીને કાજલને 4 મહિના પહેલા પલવલમાં તેની માસીના ઘરે મોકલી હતી, જ્યારે તેના લગ્ન નક્કી થયા હતા ત્યારે તેને 4 દિવસ પહેલા મથુરા બોલાવી હતી. 24મી એપ્રિલે તે મથુરા પરત ફરી હતી. લગ્ન 28 એપ્રિલના રોજ હતા. કાજલ બીએસસીનો અભ્યાસ કરતી હતી.

ખુબીરામ પ્રજાપતિએ જણાવ્યું હતુ કે અનીશ કાજલને ઘણાં સમયથી હેરાન કરી રહ્યો હતો.

4 લોકો સામે ગુનો નોંધ્યો હતો
પિતા ખુબીરામે અનીશ પુત્ર હરલાલ, કપિલ પુત્ર હરલાલ, સંજુ પુત્ર સુરેશ અને પંકુ પુત્ર રમેશ સામે હત્યાનો કેસ દાખલ કર્યો છે. હાલ ચારેય આરોપીઓ ફરાર છે. કાજલ પાંચ ભાઈ બહેનમાં સૌથી મોટી હતી. પિતા નોઈડામાં રિક્ષા ચલાવીને પરિવારનું ભરણપોષણ કરે છે. મોટી દીકરીની હત્યાથી વ્યથિત ખુબીરામ હવે ન્યાયની માંગ કરી રહ્યો છે.

પ્રેમનો અસ્વીકાર કર્યા પછી અનીશ પાગલ થઈ ગયો
ગામના લોકોએ જણાવ્યું કે જ્યારે કાજલે અનીશના લગ્નના પ્રસ્તાવને ઠુકરાવી દીધો તો તે પાગલ થઈ ગયો. અનીશ કાજલના ઘરથી લગભગ 400 મીટર જ દૂર રહે છે. ઘટના બાદ ગામમાં તણાવને જોતા મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કાજલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ gujaratfight.com ન્યૂઝ સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો gujaratfight.com ની મોબાઇલ એપ્લિકેશન.


Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *