ઊના પંથકના કાળાપાણ ગામની શાળા જર્જરિત હાલતમાં છે. જ્યાં 1 થી 8માં 566 છાત્રો અભ્યાસ અર્થે આવે છે. જો કે, બે પાળીમાં શૈક્ષણિક કાર્ય કરાવાઈ રહ્યું છે. 18 રૂમમાંથી 6 જર્જરિત હોય તોડી પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત છાત્રો માટે મધ્યાહ્ન ભોજન માટેની વ્યવસ્થા પણ યોગ્ય ન હોય. ત્યારે મધ્યાહ્ન ભોજનના વરવા દ્રશ્યો જોવા મળ્યા હતા. સરકાર દ્રારા શિક્ષણક્ષેત્રે મસમોટી વાતો થાય છે. પરંતુ સીક્કાની બીજીબાજુ તદન વિપરીત જોવા મળી રહી હોય તેમ શાળાના 400થી વધુ છાત્રો ઉનાળાના બળબળતા તડકામાં મધ્યાહ્ન ભોજન લેતા જોવા મળતા હતા. અને ભોજન લીધા બાદ ડિશો છાત્રો દ્વારા જ સાફ કરાતી હોવાનું જણાયું હતું.

ઊના પંથકનાં કાળાપાણ પ્રા.શાળામાં હાલ 566 છાત્રો અભ્યાસ કરી રહ્યા છે. શાળામાં કુલ 18 રૂમો હતા જેમાંથી 6 રૂમો સાવ જર્જરીત થઇ ગયેલ હોવાથી ડિમોલેશન કરી તા.1 ઓગ.2019નાં તોડી પાડવામાં આવેલ અને સરકાર દ્રારા જે તોડી પાડવામાં આવેલ 6 રૂમોનું પેકેજ તૈયાર થઇ ગયેલ છે. અને વારંવાર એન્જીનીયર દ્રારા શાળાની વિઝીટ પણ કરી ગયેલ હોવા છતાં 20 મહીના વિતવા છતાં પણ નવા 6 રૂમો બન્યા નથી. તે સિવાય વર્તમાન જે 12 રૂમો કાર્યરત છે. તે પણ જર્જરીત છે. તેમની રીપેરીંગ માટે ગ્રાન્ટની માંગણી મૂકેલ પણ હજુ સુધી રીપેરીંગ માટેની પણ ગ્રાન્ટ આવેલ ન હોવાનું શાળાના આચાર્યએ જણાવેલ હતુ. ત્યારે મધ્યાહન ભોજનની હાલત તો દયનિય હોય તે સ્વાભાવિક છે પ્રા.શાળાના 566 છાત્રોમાંથી રોજનો 400થી વધુ છાત્રો મધ્યાહ્ન ભોજનનો લાભ લેતા હોય અને બાળકો માટે મધ્યાહ્ન ભોજન માટેનો જે શેડ બનાવામાં આવ્યો છે તે 10 બાય 12નો એટલે કે એક ઓરડી જેવો બનાવામાં આવ્યો છે.

જેમાં 50થી છાત્રો બેસી ન શકે ત્યાં 400 છાત્રો કેવી રીતે બેસી શકે તેમાંય વાવાઝોડા દરમ્યાન શેડનું એક તરફનું પતરૂ પણ ઉડી ગયેલ હોવાથી શેડ પણ નુકશાન ગ્રસ્ત થઇ ગયેલ છે. ત્યારે હાલ 400 જેટલા છાત્રો ઉનાળાના બળબળતા તડકામાં મધ્યાહ્ન ભોજન લેવા મજબૂર બન્યા છે. જ્યારે ઘણા છાત્રો કલાસરૂમમાં બેસીને ભોજન કરતા હોવાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. જ્યારે શાળાના મેદાનમાં પણ કચરો જોવા મળતા હોય બાળકો કચરાના અને ધૂળના ઢગલા પર બેસી ભોજન લેતા હોવાના રૂશ્યો જોવા મળતા હતા.