મહેસાણા જિલ્લામાં આવેલા ઉનાવા ખાતે વરલી મટકાનો ધંધો બંધ કરાવવાનું કહેતા ત્યાંના સ્થાનિક પર ચાર લોકોએ હુમલો કરી ઇજા પહોંચાડી હતી. ચાર લોકો તલવાર વડે હુમલો કર્યો ઇજા પામેલા સ્થાનિકને સારવાર માટે ખસેડયા બાદ ઉનાવા પોલીસ મથકમાં ચાર ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદીએ ઉનાવા પોલીસમાં ફરિયાદમાં જણાવ્યું હતું કે, રાત્રે 9 કલાકે પોતાના ઘરેથી નીકળી હુસૈનિ ચોકમાં વિમલ ખાવા ગયા હતાય જ્યાં ઈરફાન નામનો ઈસમ આવતા ફરિયાદીએ કહેલ કે ‘તારો ભત્રીજો હુસૈની ચોકમાં વરલી મટકનો ધંધો કરે છે તે તું બંધ કરાવી દે’ એમ કહેતા બોલાચાલી થઈ હતી.
બાદમાં ઈરફાન નામનો ઈસમ ઘરેથી ધોકા લઈ આવી ફરિયાદીને માથાના ભાગે માર્યો હતો. જ્યાં અન્ય ત્રણ યુવક તલવાર લઇ આવી જતા ફરિયાદી પર તૂટી પડ્યા હતા. બાદમાં સ્થાનિકો આવી જતા હુમલો કરનાર ચાર ઇઅમો ત્યાંથી ફરાર થઈ ગયા હતા અને ફરિયાદીને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલે ફરિયાદીએ ઉનાવા પોલીસ મથકમાં ઈરફાન બિસ્તી, સહેજાદ બિસ્તી, સહેજાદ મિયા બિસ્તી, ઇરફણમીયા બિસ્તી નામના ઇસમો સામે ફરિયાદ નોંધાવી છે.