ઉનાળામાં ઝાડા,ઉલ્ટીની સમસ્યાથી છુટકારો મેળવવા માટે જાણો ઉપાય

Gujarat Fight

ઉનાળાની ઋતુ શરૂ થતા જ લોકોને અનેક પ્રકારની સમસ્યનો સામનો કરવો પડે છે. ઘણી વાર લૂ લાગી જવાથી માથાનો દુઃખાવો, પાચનક્રિયામાં તકલીફ, પેટમાં દુખાવો અને ઝાડા-ઉલ્ટી અને ચક્કરની સમસ્યા થાય છે. ઉનાળાની ઋતુમાં આપણે જે પણ કંઈ ખાઈએ છીએ તેને પચાવવા માટે વધુ સમય લાગે છે. ત્યારે ઉનાળામાં આપણે પેટને અનુકૂળ રહે તે પ્રકારના ફૂડની પસંદગી કરવી જોઈએ, જેથી ઇમ્યુનીટી સિસ્ટમ મજબૂત થાય જેથી બીમારી અને લૂથી બચી શકાય.

ન્યૂટ્રિશનિસ્ટ ડો.શૈલી તોમર કહે છે કે, ઉનાળાની ઋતુમાં વધુ પડતા લોકોને પેટની ગરમીની સમસ્યા થઇ જાય છે. જેમાં ઉબકા, ઉલ્ટી, માથાનો દુખાવો અને અપચો મુખ્ય લક્ષણ છે. આ સ્થિતિમાં તમારા શરીરને ઠંડુ રાખવું તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તકમરિયામાં ઓમેગા-3 ફેટી એસિડ, પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન સી અને કેલ્શિયમથી ભરપૂર હોય છે. ફાલુદામાં તકમરીયાનો ઉપયોગ કરવામાં આવે છે. તકમરીયા ઠંડા હોય તે પેટમાં પણ રાહત આપે છે. તકમરીયાનો ઉપયોગ લીંબુ પાણી અને છાસમાં પણ કરવામાં આવે છે.

કાકડી, તરબૂચ, શક્કરટેટી આ બધા ઉનાળાના ફળ છે. જેમાં ભરપૂર પ્રમાણમાં પાણી હ હોય્ય છે. કાકડીનું સેવન કરવાથી કિડનીથી જોડાયેલી સમસ્યા દૂર કરી શકાય છે .તો ત્રંબકનું સેવન કરવાથી બ્લડ સર્ક્યુલેશન થાય છે. પરંતુ ધ્યાન રાખો કે તરબૂચનું સેવન બપોરના સમયે જ કરો. સાંજના સમયે તરબૂચ ખાવાથી પાચનમાં સમસ્યા થઇ શકે છે. તરબૂચમાં વધુ માત્રામાં પાણી હોવાને કારણે રાતે વારંવાર પેશાબ જવાથી ઊંઘ ખરાબ થઇ શકે છે.

સંતરામાં 85 થી 88 ટકા પાણી હોય છે. જેમાં ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે જે પાચનમાં પણ મદદ કરે છે. ખાટા ફળોમાં જોવા મળતા વિટામિન સી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે અને ત્વચાની ચમક વધારે છે. ટમેટામાં 94 ટકા પાણી હોય છે. જેમાંલીકોપેન નામનું તત્વ હોય છે. જે હાર્ટ માટે બહુ જ સારું માનવામાં આવે છે. ટમેટામાંથી પ્રાપ્ત થતા કૈરોટેનોઇસ નામનું તત્વ આંખ માટે સારું હોય છે.

સોડા, ઠંડા પીણા, ચા કે કોફીને બદલે છાશ/લસ્સી લો. તે પેટને ઠંડુ રાખે છે. દહીં અથવા છાશ ડિહાઇડ્રેશનને દૂર કરે છે અને તેમાં જોવા મળતું કેલ્શિયમ હાડકા અને હાર્ટ માટે વધુ સારું માનવામાં આવે છે. કોઈ અન્ય પીણાં કરતા નારિયેળ પાણી સ્વાસ્થ્ય માટે સારું રહે છે. એનું પીણામાં શુગર, આર્ટિફિસિયલ ફ્લેવર હોય છે જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય છે. નારિયેળ પાણીમાં સોડિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે જે સ્વાસ્થ્ય માટે બેહદ ફાયદાકારક હોય છે.


Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *