ઇલોન મસ્કે ટેસ્લાના ચાર અબજ ડોલરના શેર વેચ્યા

Gujarat Fight

વિશ્વના સૌથી મોટા ધનકુબેરે ટ્વિટરને ખરીદવા માટે કરેલ ૪૪ અબજ ડોલરના સોદા માટે હવે નાણાં ઉભા કરવાની તૈયારી કરી રહ્યાં છે. ટેસ્લાના સીઇઓ ઇલોન મસ્કે ઇલેક્ટ્રિક કાર કંપનીમાં લગભગ ૪ અબજ ડોલરના શેર વેચ્યા છે. અમેરિકન શેરબજારના નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશનને કરેલા ફાઇલિંગ અનુસાર મંગળવાર અને બુધવારે ટેસ્લાના લગભગ ૪.૪ મિલિયન શેર વેચાયા હતા. મસ્કે ૮૭૦ ડોલરથી ૯૯૯ ડોલર પ્રતિ શેરના ભાવે ટેસ્લાના શેર વેચીને મસ્કે ૩.૯ અબજ ડોલર ઉભા કર્યા છે.

ઈલેક્ટ્રીક કાર કંપની ટેસ્લા અને સ્પેસએક્સના પ્રમોટરે જણાવ્યું હતું કે તેમની આગામી સમયમાં વધુ શેર વેચવાની કોઈ યોજના નથી. અન્ય એક અહેવાલ અનુસાર હવે ફેડરલ ટ્રેડ કમિશન (FTC)એ મસ્ક દ્વારા શરૂઆતમાં ટ્વિટરમાં ખરીદેલ નવ ટકા હિસ્સા મામલે તપાસ શરૂ કરી છે. કમિશન ચકાસશે કે આ હિસ્સો ખરીદવો યોગ્ય હતો કે નહિ અને તમામ ડિસ્કલોઝર યોગ્ય સમયે જાહેર કરવામાં આવ્યા હતા કે નહિ. ઇલોન મસ્કે ૨૫ એપ્રિલે ટ્વિટરને ૪૪ અબજ ડોલરમાં ખરીદવા માટે સોશિયલ નેટવર્કિંગ કંપની સાથે કરાર કર્યો હતો.

ટ્વિટરને ખરીદ્યા બાદ મસ્કે ટેસ્લાના શેર વેચીને પૈસા એકત્ર કરવા પડશે તેવી આશંકાઓ અગાઉથી જ સેવાઈ રહી હતી તેથી ટેસ્લાના શેરમાં છેલ્લા ૧૦ દિવસમાં મસમોટો કડાકો જોવા મળ્યો છે. ઇલોન મસ્કની ટ્વિટરની ખરીદી પછી ટેસ્લાના શેરમાં ઘટાડો થતા ટેસ્લાનું બજાર મૂલ્ય એક જ દિવસમાં ૧૦૦ અબજ ડોલર ઘટી ગયું હતુ. આ ડીલ પહેલા કંપનીનું માર્કેટ કેપ એક ટ્રિલિયન ડોલર હતું, જે ડીલના બીજા જ દિવસે ઘટીને ઇં૯૦૬ બિલિયન થઈ ગયું હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ gujaratfight.com ન્યૂઝ સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો gujaratfight.com ની મોબાઇલ એપ્લિકેશન.


Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *