ઇમરાન હાશ્મી અને સાહેર બામ્બા ઇશ્ક નહીં કરતે વીડિયોમાં ધૂમ મચાવી હતી. આ પછી આ જોડી લોકપ્રિય બની ગઇ છે. હવે આ યુગલ એક રોમેન્ટિક થ્રિલર ફીચર ફિલ્મમાં સાથે કામ કરવાનું છે. ઇમરાનની આ પહેલાંની ફિલ્મ ચેહેરે બહુ ખરાબ રીતે નિષ્ફળ ગઇ હતી. હવે ઇમરાન ઝડપભેર એક સફળ ફિલ્મ ઝંખી રહ્યો છે.

આ ફિલ્મની વાર્તા ઉત્તર ભારત ના બેકગ્રાઉન્ડ પર આધારિત છે. આ ફિલ્મના દિગ્દર્શન માટે એક નવોદિત દિગ્દર્શકને પસંદ કરવામાં આવ્યો છે. ઇમરાન અને સાહેરના ગીતને ધરખમ આવકાર મળ્યા પછી એક જાણીતા પ્રોડકશન હાઉસે બન્નેને પોતાના આગામી પ્રોજેક્ટમાં કાસ્ટ કરવાનો નિર્ણય કર્યો છે.