બોલીવૂડના બબલી કપલ્સ આલિયા-રણવીરના લગ્નની જ આજકાલ સર્વત્ર ચર્ચા છે. ક્યારે લગ્ન થશે, કેટલા મહેમાનો આવશે, ક્યાં થશે લગ્ન, હનીમૂન ક્યાં મનાવશે…. વગેરે-વગેરે. હવે આલિયાના ભાઇ રાહુલ ભટ્ટે લગ્નમાં ગણ્યા ગાંઠિયા મહેમાનેની હાજરીની વાત કરી છે. સાથે 7 ફેરા પર કપુર મેન્શનમાં નહીં પણ ફાઇવ સ્ટારમાં થવાની વાત કરી છે. આલિયા-રણબીરના લગ્ન અંગે રોજ નવી અપડેટ્સ બહાર આવે છે.

વેડિંગ મેન્યુથી લઇ લગ્નમાં પિરસનારા વ્યંજનો જાણવા લોકોમાં તાલાવેલી છે. ફરી તેમના લગ્નની તારીખ અંગેના અહેવાલ આવ્યા છે. જે મુજબ બંને 14 એપ્રિલે ફાઇવ સ્ટાર હોટેલમાં 7 ફેરા લેશે. જો કે તેમના પરિવારે હજુ આ અંગે કંઇ કહ્યું નથી. પાછલા કેટલાક દિવસોથી કપૂર પરિવારના બંગલા કૃષ્ણા મેન્શનને શણગારવામાં આવી રહ્યું હતું. લગ્નમાં આવનારા મહેમાનો અંગે પણ નવા સમાચાર જાણવા મળી રહ્યા છે. પહેલાં 40-50 મહેમાનોની વાત હતી. હવે 30 કરતા પણ ઓછા મહેમાનોની હાજરીની વાત થઇ રહી છે.
આ જાણકારી આલિયા ભટ્ટના ભાઇ રાહુલ ભટ્ટે આપી છે. તેણે કહ્યું કે લગ્નમાં 28 મહેમાનો હશે અને બંને ફાઇવ સ્ટાર હોટેલમાં પંજાબી રિત રિવાજ મુજબ લાગ્નના બંધને બંધાશે. નોંધનીય છે કે બોલીવૂડના આ લગ્ન માટે સુરક્ષાની કડક વ્યવસ્થા કરવામાં આવી છે. 200 બાઉન્સરને હાયર કરવામાં આવ્યા છે. જ્યારે રણબીરની મા નીતૂ સિંહે એક સપ્તાહ પહેલાં જ લખનઉ અને દિલ્હીના શેફ બુક કરાવી લીધા છે.