પ્રધાનમંત્રી મોદીએ આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ આયુષ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટ-2022નું ઉદ્ઘાટન કર્યું છે. જ્યાં તેમની સાથે WHOના ડાયરેક્ટર જનરલ ડૉ. ટેડ્રોસ અદનોમ ઘેબ્રેયસસ અને મોરેસિયસના પીએમ પણ હાજર રહ્યાં હતા. આયુષ સમિટમાં PM મોદીએ મોટી જાહેરાત કરી છે. ભારતમાં હેલ્થ ટૂરિઝમ વધુ વિકસાવવા ખાસ આયુષ વિઝા કેટેગરી શરૂ કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, જે વિગેશી નાગરિકો ભારત આવીને આયુષ ઉપચારનો લાભ લેવા માંગે છે. તેમના માટે સરકાર વધુ એક પહેલ કરી રહી છે. ટુંક સમયમાં ભારત એક વિશેષ આયુષ વિઝા શ્રેણી દાખલ કરવા જઇ રહ્યું છે. આનાથી લોકોને આયુષ દવા માટે ભારતમાં પ્રવાસ કરવાની સુવિધા મળશે. પરંપરાગત દવાએ કેરળ પ્રવાસનને વધારવામાં મદદ કરી છે. આ શક્તિ સમગ્ર ભારતમાં છે, ભારતના ખૂણે ખૂણે છે. ‘હીલ ઇન ઇન્ડિયા’ આ દાયકાની મોટી બ્રાન્ડ બની શકે છે. આર્યુવેદ, યુનાની, સિદ્ધ વગેરે પર આધારિત વેલનેસ સેન્ટર ખૂબ જ લોકપ્રિય બની શકે છે.
પીએમ મોદીએ જણાવ્યું હતું કે, આયુષ સેક્ટરમાં વૃદ્ધિથી આયુષની માંગથી ગ્રોથ સતત વધશે. 2014 પહેલા આયુષ સેક્ટરમાં ૩ બીલીયન ડોલર કરતા ઓછું હતું, જે 18 બીલીયન ડોલરને પાર કરી ગયું છે. પહેલા જ આમાં અભૂતપૂર્વ તેજી જોઈ રહ્યા છીએ. આયુષમાં ઈન્વેસ્ટમેન્ટ અને ઈનોવ્શન અસિમિત છે. સમય આવી ગયો છે કે આયુષમા ઈન્વેસ્ટમેન્ટ વધારવામા આવે. કોણે વિચાર્યું હતું કે આટલી જલ્દી વેક્સિન બની એ પણ ભારતમાં બનીને તૈયાર થઈ જશે. મોડર્ન ફાર્મા કંપની અને વેક્સિન કંપનીઓએ ઈન્વોસ્ટમેન્ટ મળતા કમાલ કરી નાંખી છે. કોરોના મહામારી દરમિયાન હળદરનું એક્સપોર્ટ વધી ગયું. ઈમ્યિનિટી વધારવામાં હવે આયુષ મદદ કરી રહ્યું હતું. આ વિચાર મને ત્યારે આવ્યો કે, જ્યારે સમગ્ર વિશ્વમા મહામારી ફેલાઈ હતી. પ્રથમવાર છે કે, આયુષ સેક્ટર માટે આન્વેસ્ટમેન્ટ સમિટ થાય છે. આપડે જોયું છે કે અલગ અલગ સેક્ટરમાં ઈન્વેસ્ટમેન્ટ માટે સમિટ થાય છે.


પ્રધાનમંત્રી મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતમાં સ્ટાર્ટઅપમાં સ્વર્ણિમ સમય છે. 2022મા ચાર માસમા ભારત 14 સ્ટાર્ટઅપ યુનિકોર્ન ક્લબમાં જોડાઈ ગયા છે. આયુષ મંત્રાલય ટ્રેડિશનલ મેડિસિનમાં સ્ટાર્ટઅપ માટે અનેક પગલા ભર્યા છે. ભારતમાં હર્બલનો ખજાનો છે, હિમાલય એના માટે જાણીતું છે, જે એક ગ્રિન ગોલ્ડ છે. મેડિકલ પ્લાન્ટના ખેડૂતો માર્કેટ સાથે જોડાય. આયુષના પોર્ટલ થકી જોડાવવા કામ થઈ રહ્યું છે. આયુષ પ્રોડક્ટ બનાવતી કંપનીઓને આયુષનું ઉત્પાદન કરતા ખેડૂતો સાથે જોડાવા કામ થઈ રહ્યું છે. આયુષમાં ખેડૂતોની આવક વધી શકે છે, રોજગાર પણ વધી શકે છે. પીએમ મોદીની પોતાના સંબોધનમાં મહત્વની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે, ભારત ઉચ્ચતર આયુષ ઉત્પાદ પર આયુષ માર્ક લગાવશે. સમગ્ર વિશ્વમાં આ ઉત્પાદ પર વિશ્વાસ વધે તે માટે આયુષ માર્ક લગાવશે. દેશભરમાં આયુષ પાર્ક પણ ઉભા કરાશે. ભારત એક સ્પેશિયલ આયુષ માર્ક બનાવવા જઈ રહ્યો છે. આયુષ માર્ક મદદરૂપ બની રહેશે.