
તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આજનો દિવસ કેવો રહેશે એ આજે 19 April 2022 દૈનિક રાશિફળમાં (Aaj nu Rashifal) જાણવા મળશે. કયા રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહે કે કયા રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલી ભર્યો રહેશે?
મેષઃ-
પોઝિટિવઃ- વિદ્યાર્થીઓને પોતાની પ્રતિયોગી સંબંધિત પરીક્ષામાં યોગ્ય પરિણામ મળશે. આજે સપના સાકાર કરવાનો દિવસ છે એટલે આ સમયે તમારે વધારે મહેનત કરવી પડશે. ભાઇઓ સાથે પણ થોડી લાભકારી પરિસ્થિતિઓ ઉપર વિચાર-વિમર્શ થશે.
નેગેટિવઃ- આળસના કારણે કોઇપણ કામ કરવાનો પ્રયાસ ન કરો. યોજનાઓ ક્રિયાવંતિ કરતી સમયે થોડી દુવિધાની સ્થિતિ રહેશે. નજીકના કોઇ વ્યક્તિની સલાહ લઇને કામ કરો.
વ્યવસાયઃ- વ્યાવસાયિક દૃષ્ટિથી દિવસ ઉત્તમ રહેશે.
લવઃ- ઘરની સુખ-સુવિધાઓ ઉપર ધ્યાન રાખો.
સ્વાસ્થ્યઃ- ગળામાં થોડા ઇન્ફેક્શનની સમસ્યા અનુભવાશે.
——————————–
વૃષભઃ-
પોઝિટિવઃ- આ સમયમાં ગ્રહ સ્થિતિ તમારા માટે અનેક અવસર પ્રદાન કરી શકે છે. તેનો ભરપૂર લાભ ઉઠાવો. બધા જ કાર્યો સરળતાથી સંપન્ન થતાં જશે. જેના કારણે મનમાં પ્રફુલ્લતા અને તાજગી રહેશે.
નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન રાખો કે, કામ વધારે હોવાથી તમારા સ્વાસ્થ્ય ઉપર પણ અસર પડી શકે છે. આ સમયે તમારે આરામ કરવાની જરૂર છે.
વ્યવસાયઃ- વ્યાવસાયિક સ્થળે સહયોગીઓનો કાર્ય પ્રત્યે પૂર્ણ સમર્પણ રહેશે.
લવઃ- પારિવારિક લોકો સાથે ખરીદારી કરવાથી પ્રસન્નતા અનુભવાશે.
સ્વાસ્થ્યઃ- કામ વધારે હોવાથી થાકનો અનુભવ થશે.
——————————–
મિથુનઃ-
પોઝિટિવઃ- અટવાયેલાં કે ઉધાર આપેલાં રૂપિયા પાછા મળશે. ધાર્મિક મામલે સફળતા મળવાથી મન પ્રસન્ન રહેશે. તમારી રાશિમાં મહત્ત્વપૂર્ણ ગ્રહોની યુતિ તમારા વ્યક્તિત્વને પ્રભાવશાળી બનાવી શકે છે.
નેગેટિવઃ- ફોન ઉપર કે મિત્રો સાથે સમય વ્યર્થ કરશો નહીં. ક્યારેક તમારી અંદર અહંકારની ભાવના આવી શકે છે, જેના કારણે થોડાં સંબંધોમાં તણાવ ઉત્પન્ન થઇ શકે છે.
વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓમાં વધારે સુધારની સંભાવના નથી.
લવઃ- જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું તમારી જવાબદારીમાં આવે છે.
સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો અને તણાવ જેવી સમસ્યા રહેશે.
——————————–
કર્કઃ-
પોઝિટિવઃ- ધાર્મિક અને આધ્યાત્મિક ક્ષેત્રમાં તમારો રસ વધી રહ્યો છે. જેના કારણે તમારા વિચાર પોઝિટિવ અને સંતુલિત થતાં જઇ રહ્યા છે. બધા કાર્યોને યોજનાબદ્ધ રીતે કરતાં રહો. સમય તમારા પક્ષમાં છે.
નેગેટિવઃ- ક્યારેક અતિ આત્મવિશ્વાસના કારણે દગો મળી શકે છે. કોઇ મિત્ર કે બહારના વ્યક્તિ સાથે ધનની લેવડ-દેવડ કોઇ વાદ-વિવાદ ઉત્પન્ન કરી શકે છે.
વ્યવસાયઃ- વ્યક્તિગત સંપર્ક તમારા માટે લાભદાયક સ્થિતિઓ બનાવશે.
લવઃ- ભાઇ-બહેનો સાથે સમય વ્યતીત કરવાથી સંબંધ વધારે મજબૂત બનશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.
——————————–
સિંહઃ-
પોઝિટિવઃ- આજે તમારા સપના અને મહત્ત્વકાંક્ષાઓને સાકાર કરવા અને યોજનાઓ બનાવવાનો દિવસ છે. અન્યની સલાહ લેવાની અપેક્ષાએ તમારા મનનો અવાજ સાંભળો અને તેના ઉપર અમલ કરો.
નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલે કોઇ ઉપર વિશ્વાસ કરશો નહીં. આજે બધા જ કામ જાતે જ કરવાં. કર્મચારીઓ સાથે સંબંધ ખરાબ કરશો નહીં. કેમ કે, આજે તેમનો સહયોગ તમારા માટે જરૂરી છે.
વ્યવસાયઃ- આજનો દિવસ ઉન્નતિ આપનાર રહેશે
લવઃ- વ્યવસાયિક ઉપલબ્ધિઓ પરિવારના સભ્યોને પ્રસન્નતા પ્રદાન કરશે.
સ્વાસ્થ્યઃ- વાહન સાવધાનીથી ચલાવો.
——————————–
કન્યાઃ-
પોઝિટિવઃ- આજે જો કોઇ પોલિસીમાં રૂપિયાનું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તરત નિર્ણય લો, સ્થિતિ તમારા પક્ષમાં છે. સાથે જ, અટવાયેલાં સરકારી કાર્યોમાં સમાધાન મળવાના અણસાર છે.
નેગેટિવઃ- આવકની સાથે-સાથે વ્યય પણ વધારે થશે. બહારના વ્યક્તિને પરિવાર અને વ્યવસાયમાં દખલ આપવા દેશો નહીં. કેમ કે, તેમના કારણે ગેરસમજ ઊભી થઇ શકે છે.
વ્યવસાયઃ- વ્યવસાયિક સ્થળે કરેલી મહેનતનું યોગ્ય પરિણામ ન મળવાથી મન નિરાશ રહેશે.
લવઃ- પ્રેમ-પ્રસંગોમાં અંતર જાળવી રાખો.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.
——————————–
તુલાઃ-
પોઝિટિવઃ- થોડાં સમયથી ચાલી રહેલી ઘરેલૂ સમસ્યાઓને તમે વ્યવસ્થિત કરી લેશો. તમારા સૌમ્ય અને સહજ સ્વભાવના કારણે ઘર અને પરિવારમાં માન-સન્માન જળવાયેલું રહેશે.
નેગેટિવઃ- બાળકોને કોઇ પ્રકારનો નિર્ણય લેવામાં સહયોગ કરો. આવું કરવાથી તેમનામાં સુરક્ષાની ભાવના વધશે. તેમની સમસ્યાને લઇને તણાવ અને ગુસ્સો કરવાથી સમસ્યા વધી શકે છે.
વ્યવસાયઃ- વ્યવસાયિક ગતિવિધિઓમાં બેદરકારી કરશો નહીં.
લવઃ- જીવનસાથીનો ભાવનાત્મક સહયોગ તમારી કાર્યક્ષમતાને નવી ઊર્જા પ્રદાન કરશે.
સ્વાસ્થ્યઃ- સિઝનલ બીમારી થઇ શકે છે.
——————————–
વૃશ્ચિકઃ-
પોઝિટિવઃ- આજે કોઇ મહત્ત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત થઇ શકે છે. જેના દ્વારા તમે અંદર એક નવા જોશ અને ઊર્જાનો અનુભવ કરશો. વર્તમાન સમયમાં નેગેટિવ પ્રભાવથી બચવા માટે તમારા પરિવારને સુરક્ષા પ્રદાન કરવાના જે નિયમ બનાવ્યાં છે તેના માટે પ્રોત્સાહન મળશે.
નેગેટિવઃ- તમારો કોઇ સમાન ખોવાઇ શકે છે અથવા ચોરી થવાની સંભાવના છે. આ સમયે તમારું ધ્યાન જાતે જ રાખો. ઘરના કોઇ વરિષ્ઠ વ્યક્તિને સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં થોડાં પરિવર્તનની જરૂરિયાત છે.
લવઃ- કોઇ નવા બાળકના આગમનના સમાચાર મળી શકે છે.
સ્વાસ્થ્યઃ- પેટમાં દુઃખાવાની સમસ્યા રહેશે.
——————————–
ધનઃ-
પોઝિટિવઃ- આજે પરિવાર અને ફાયનાન્સ સાથે સંબંધિત મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાથી પોઝિટિવ પરિણામ પ્રાપ્ત થશે. રોજિંદા જીવનથી અલગ પોતાની છુપાયેલી ક્ષમતાઓ વિશે વિચારો અને તેને જાગૃત કરો.
નેગેટિવઃ- તમારી ભાવુકતા અને ઉદારતાનો કોઇ ફાયદો ઉઠાવી શકે છે. કોઇની વાત ઉપર વિશ્વાસ કરતાં પહેલાં તેની યોગ્ય તપાસ કરી લો.
વ્યવસાયઃ- આજે કાર્યક્ષેત્રમાં રોકાણ સંબંધિત મામલાઓ ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરો.
લવઃ- બેકારના પ્રેમ સંબંધો અને મનોરંજન વગેરેમાં સમય ખરાબ કરશો નહીં.
સ્વાસ્થ્યઃ- સાંધાનો દુઃખાવો થઇ શકે છે.
——————————–
મકરઃ-
પોઝિટિવઃ- આજે તમારો કોઇ મહત્ત્વપૂર્ણ નિર્ણય તમારા માટે પોઝિટિવ ઉપલબ્ધિઓ પ્રદાન કરશે. તમારી કોઇ યોજનાને ગતિ પ્રાપ્ત થવાથી મન પ્રસન્ન રહેશે. ધર્મ-કર્મ પ્રત્યે પણ આસ્થા બનશે.
નેગેટિવઃ- નિર્ણય લેવામાં એટલો વધારે સમય ન લગાવશો કે કામ તમારા હાથમાં સરકી જાય. મામા પક્ષથી પણ કોઇ પ્રકારની ગેરસમજ ઉત્પન્ન થઇ શકે છે.
વ્યવસાયઃ- અધિકારીઓ સાથે વાતચીત કરતી સમયે માનસિક સ્થિતિને નિયંત્રિત રાખો
લવઃ- પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે
સ્વાસ્થ્યઃ- શરીરમાં આળસ વધશે.
——————————–
કુંભઃ-
પોઝિટિવઃ- આજે ભાવુકતાને તમારા ઉપર હાવી થવા દેશો નહીં. પ્રેક્ટિકલ થઇને નિર્ણય લેવો જેનું ઉત્તમ પરિણામ તમને મળશે. શેરબજાર અને રિસ્ક સંબંધિત કાર્યોમાં લાભદાયક અવસર પ્રાપ્ત થશે.
નેગેટિવઃ- અફવાહ ઉપર બિલકુલ ધ્યાન આપશો નહીં. કોઇ વ્યક્તિ દ્વારા કોઇ ગેરસમજ ઉત્પન્ન કરવાથી પરેશાનીઓ વધશે. પાડોસીઓ અથવા મિત્રો સાથે સંબંધ ખરાબ થવાની સંભાવના છે.
વ્યવસાયઃ- આજે માર્કેટિંગ સંબંધિત કાર્યોમાં વધારે સમય વ્યતીત કરો.
લવઃ- કોઇ જૂના મિત્રને મળવાથી યાદ ફ્રેશ થઇ જશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે.
——————————–
મીનઃ-
પોઝિટિવઃ- પ્રોપર્ટી સંબંધિત કોઇ કામને લઇને નજીકની યાત્રા થઇ શકે છે. થોડો સમય મનોરંજનમાં પણ વ્યતીત કરો. તમે તમારી કાર્યકુશળતાના દમે અનેક કાર્ય ખૂબ જ સારી રીતે પૂર્ણ કરી શકશો.
નેગેટિવઃ- ધ્યાન રાખો કે, કોઇ ઇર્ષ્યાની ભાવનાથી તમારી ઉપર બદનામી કે આરોપ જેવી સ્થિતિ ઉત્પન્ન કરી શકે છે. કોઇપણ મહત્ત્વપૂર્ણ નિર્યણ લેતાં પહેલાં તેના અંગે સંપૂર્ણ વિચાર કરી લો.
વ્યવસાયઃ- વ્યવસાયિક કાર્યોમાં બનાવેલી યોજનાઓને ઉત્તમ ફળ પ્રાપ્ત થશે.
લવઃ- કામમાં ચાલી રહેલી મુશ્કેલીઓનો પ્રભાવ ઘરના વાતાવરણ ઉપર પડશે.
સ્વાસ્થ્યઃ- એલર્જી જેવી કોઇ સમસ્યા થઇ શકે છે.