આંદામાન નિકોબારના અનેક ક્ષેત્રોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે જેની રિક્ટર સ્કેલ પરની તીવ્રતા 4.1 જેટલી નોંધાઈ છે. શનિવારે રાતે 11:04 કલાકે આ પ્રકારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના કારણે જાનમાલના નુકસાનને લગતી કોઈ ઘટના સામે નથી આવી. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના અહેવાલ પ્રમાણે ભૂકંપનું કેન્દ્ર આંદામાનમાં દિગલિપુરથી 3 કિમી દક્ષિણ-પશ્ચિમમાં સ્થિત હતું.

આંદામાન નિકોબાર દ્વીપ સમૂહ ખાતે ગત મહિને પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના કહેવા પ્રમાણે રિક્ટર સ્કેલ પર તે ભૂકંપની તીવ્રતા 4.9 રહી હતી. ભૂકંપનું કેન્દ્ર કેમ્પબેલ બેથી 70 કિમી દૂર હતું. જોકે ભૂકંપના કારણે તે સમયે પણ જાન-માલનું કોઈ નુકસાન નહોતું થયું તે રાહતની વાત છે. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના અહેવાલ પ્રમાણે ઉત્તરાખંડ અને હિમાચલની ધરતી પર આ વર્ષે જાન્યુઆરી મહિનાના 24 દિવસો દરમિયાન 10 વખત ભૂકંપના આંચકા આવ્યા હતા. એક અહેવાલ પ્રમાણે તે કોઈ મોટા ભૂકંપની આશંકાનું જોખમ વધારી રહ્યું છે.
વૈજ્ઞાનિકોએ દેશને ભૂકંપ માટે 5 વિભિન્ન ઝોનમાં વહેંચેલો છે જેમાં ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર અને ઉત્તર-પૂર્વીય ભારતનો સમગ્ર વિસ્તાર, ગુજરાતનું કચ્છ, ઉત્તરી બિહાર અને આંદામાન નિકોબાર ‘સીસ્મિક ઝોન-5’માં છે. મતલબ કે, આ વિસ્તારોમાં કોઈ પણ સમયે રિક્ટર સ્કેલ ઉપર 8ની તીવ્રતાનો ખતરનાક ભૂકંપ આવી શકે છે. તેના લીધા જાન-માલને ભારે મોટું નુકસાન પહોંચી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ gujaratfight.com ન્યૂઝ સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો gujaratfight.com ની મોબાઇલ એપ્લિકેશન.