
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા તોફાની બની હતી. કોર્પોરેટરો વ્ચચે છુટ્ટા હાથની મારામારી થઇ. ભ્રષ્ટાચાર મુદ્દે કોર્પોરેટપો આમને સામને આવી ગયા હતા. મેયરને ઘેરવાનો પ્રયાસ કરતા ઘર્ષણ સર્જાયું. સામાન્ય સભામાં ચંપલો ઉછળ્યા હતા. મહત્વનું છે કે એએમસીની સામાન્ય સભામાં પ્રજાના પ્રશ્નો અંગે ચર્ચા કરીને ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે પરંતુ અહીં તો કાર્પોરેટરોએ પ્રજાના કામોને પડતા મૂકીને મારામારી કરતા બોર્ડની ગરિમા લજવી હતી. પરિણામે ફરી એકવાર બોર્ડ બરખાસ્ત થયું.. મહત્વનું છે કે વિરોધ પક્ષ પ્રદૂષિત પાણી સહિતના પ્રશ્નોને લઇને બેનરો લઇને પહોંચ્યા હતા. હાથમાં પ્રદૂષિત પાણીની બોડલ લઇને સત્તા પક્ષને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.

તો amcના વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે જણાવ્યું કે વિપક્ષ તંત્રને પ્રદૂષિત પાણી મુદ્દે ઘેરવાનો પ્રયાસ કરી રહ્યું હતું પરંતુ ભાજપના લોકો તાનાશાહી પર ઉતરી આવ્યા. આજદિન સુધી આ પ્રકારનો બનાવ બન્યો નથી. પરંતુ ભારતીય જનતા પાર્ટી પાસે કોઇ જવાબ ન હોવાથી એટલે આવી હરકત કરે છે. બીજેપી ભ્રષ્ટાટારમાં ડૂબેલી છે.તો ભાજપે સામે વળતો પ્રહાર કરતા જણાવ્યું કે કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા પુરાવા વગરના ભ્રષ્ટાચારના આક્ષેપ કરીને બોર્ડને ચાલવા દેતા નથી. કર્ણાવતી મહાનગરનો વિકાસ અટકે તે પ્રકારનો પ્રયાસ કોંગ્રેસ કરે છે. બીજેપી પુરાવા લઇને આવે તો તેઓને માન્ય નથી. તેઓ પાસે અમારા વિરુદ્ધ કોઇ પુરાવા નથી.