
અમરાઈવાડીમાં અગાઉના ઝઘડામાં થયેલા પોલીસ કેસનું સમાધાન કરવા માટે બે મહિલા સહિત છ શખ્સોએ એક આધેડના ઘરે પહોંચ્યા હતા. પરંતુ આધેડે પોલીસ કેસ પરત ખેંચવાની ના પાડતા છ શખ્સોએ તેઓની ઉપર છરી વડે હુમલો કર્યો હતો. આધેડની બચાવવા તેમનો પરિવાર વચ્ચે આવતા તેઓને પણ છ શખ્સોએ લાકડીઓ વડે ફટકાર્યા હતા. મારામારીમાં ત્રણ વ્યકિતઓને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.
આ અંગે આધેડે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં બે મહિલા સહિત છ શખ્સો સામે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથધરી છે. અમરાઇવાડીમાં તુલસી મકવાણા તેના પરિવારજનો સાથે રહે છે. તેઓ ગત શુક્રવારે પરિવારજનો સાથે ઘરે હાજર હતા ત્યારે અગાઉ થયેલા ઝઘડામાં તુલસીભાઇએ પોલીસ કેસ કર્યો હતો જેથી સમાધાન કરવા માટે અમરત, રાહુલ, જયેશ, જીતુ,કંકુબેન અને ઇન્દુબેન તેઓના ઘરે આવ્યા હતા. આ છ શખ્સોએ તુલસીભાઇને સમાધાન કરવા માટે દબાણ કરી રહ્યા હતા પરંતુ તુલસીભાઇએ ના પાડતા છ શખ્સો બિભત્સ શબ્દો બોલીને ઝઘડો કર્યો હતો.

આ દરમ્યાન બે મહિલા સહિત છ શખ્સોએ તુલસીભાઇને ત્રણ ઘા છરી મારીને લોહીલુહાણ કરી નાંખ્યા હતા. તુલસીભાઇને બચાવવા તેમનો પરિવાર વચ્ચે પડતા છ શખ્સોએ લાકડીઓ વડે તેઓને પણ ફટકાર્યા હતા. છ શખ્સોએ તુલસીભાઇને ધમકી આપી કે, જો કેસ પાછો નહીં ખેંચે તો જાનથી મારી નાંખીશુ તેમ કહીને ત્યાંથી નાસી ગયા હતા. તુલસીભાઇને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. આ અંગે તુલસીભાઇએ અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં બે મહિલા સહિત છ શખ્સો સામે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ gujaratfight.com ન્યૂઝ સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો gujaratfight.com ની મોબાઇલ એપ્લિકેશન.