અ’વાદ : મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે આરોપી ઝડપાયા

Gujarat Fight

કચ્છમાં જખૌના દરિયાકાંઠા નજીક ગુજરાત એટીએસ અને કોસ્ટ ગાર્ડની ટીમે વધુ એક ઓપરેશનમાં 280 કરોડની કિંમતનું 56 કિલો હેરોઈન પકડી પાડયુ હતું. આ ઓપરેશનમાં પાકિસ્તાનની બોટ અલ-હજમાં સવાર 9 પાકિસ્તાનીઓની ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાનના ડ્રગ માફિયા મુસ્તુફા એ આ કન્સાઈન્મેન્ટ મોકલ્યુ હતં.આ દરમિયાન અમદાવાદમાંથી MD ડ્રગ્સનો જથ્થો ઓઢવ નજીકથી પકડાયો છે. SOGની ટીમે બે આરોપીઓની ધરપકડ કરી 30 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી બંન્ને રાજસ્થાનના હોવાનું સામે આવતા વધુ પુછપરછ હાથ ધરી છે. એમની પાસેથી 238.400 ગ્રામ જેટલો MD ડ્રગ્સનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે મૂળ ડૂંગરપુર રાજસ્થાન રહેવાસી મહેશ પાટીદાર અને લાલશંકર પાટીદાર ડ્રગ્સની ડિલિવરી કરવા માટે જ અમદાવાદ આવ્યા હોવાનું સામે આવ્યુ છે. જેમની SOGની ટીમે ધરપકડ કરી છે. આ બંને જણા ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવતાં હતાં. પૈસાની લાલચે આ ખેડૂતો ડ્રગ કેરિયર બનીને અમદાવાદ MD ડ્રગ્સ સપ્લાય કરવાના હોવાની બાતમી મળતા SOGની ટીમ વોચમાં હતી. તે દરમિયાન ચોક્કસ હકીકતના આધારે SOGની ટીમે બન્ને શખ્સોને સોનીની ચાલી નજીકથી ઝડપી પાડ્યા હતા. SOGની ટીમે પ્રાથમિક તપાસ કરતા આરોપીઓ જે કાર લઇને આવ્યા હતા તે કાર પણ માત્ર એમડી ડ્રગ્સ હેરાફેરી કરવા માટે જ ઉપયોગમાં લેવાઇ હતી.

એમની પાસેથી 238.400 ગ્રામ જેટલો MD ડ્રગ્સનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે કબજે કરાએલ MD ડ્રગ્સની અંદાજિત બજાર કિંમત 23.84 લાખ રૂપિયા હોઈ શકે છે. પકડાયેલા બંને આરોપીઓ પહેલી વખત જ ગુનાખોરીમાં સંડોવાયેલા હોવાનું પોલીસના ધ્યાને આવ્યું છે. અગાઉ ડ્રગ્સ મહારાષ્ટ્ર માંથી ગુજરાત બોર્ડર પર ઘુસાડવામાં આવતું હતું ત્યારે રાજસ્થાનનો નવો રૂટ ડ્રગ્સની હેરાફેરી તરીકે શરૂ થયા હોવાનું મનાઈ રહ્યું છે. બીજી તરફ ખેડૂતોએ પણ પૈસાની લાલચમાં ડ્રગ્સ કેરિયર બની રહ્યા હોવાનું આ કેસમાં સામે આવતા ડ્રગ્સ ડિલર્સને પકડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.


Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *