અ’વાદ : પ્રદૂષિત પાણીની સમસ્યાના કારણે પાણીજન્ય રોગચાળો વકર્યો

Gujarat Fight

અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો બેકાબુ બન્યો છે. ત્યારે વિપક્ષ દ્વારા ગઈ કાલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં ભ્રષ્ટાચારને લઇને વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણ અને પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. અમદાવાદ શહેરમાં એપ્રિલ મહિનામાં માત્ર 9 દિવસમાં ઝાડા ઉલ્ટીના કેસો 205 નોંધાયા છે. કમળા અને ટાઇફોઇડના કેસોમાં પણ વધારો થયો છે.આગામી દિવસોમાં પણ ગરમીને ધ્યાનમાં રાખીને પાણીજન્ય રોગોમાં વધારો થઈ શકે છે. વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું કે ભાજપ સરકાર દ્વારા વોટર સપ્લાય ના નામે વિવિધ પ્રોજેક્ટ માં કરોડોનો ખર્ચ બતાવવામાં આવે છે. નવી નવી યોજનાઓ બનાવવામાં આવે છે. શહેરીજનોને 24 કલાક પાણી આપવાની વાતો કરવામાં આવે છે. પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ ખૂબ જ વિપરીત છે.

શહેરમાં જે બે કલાક પાણી આપવામાં આવે છે તે પૂરતા પ્રેશરથી આવતું નથી. ઠેરઠેર પાણી નથી આવતું નથી. જ્યાં પાણી આવે છે ત્યાં પ્રદુષિત પાણીની સમસ્યા જોવા મળે છે જેના કારણે શહેરમાં પાણીજન્ય રોગચાળો બેકાબૂ બન્યો છે જે બાબતમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો તથા તંત્ર જવાબદાર છે. મોજુદા સરકાર દ્વારા સ્વચ્છ અમદાવાદ સ્વસ્થ અમદાવાદની સુફિયાણી વાતો કરવામાં આવે છે જેની સામે વાસ્તવિક પરિસ્થિતિ દર્શાવતા કેટલા આંકડા નીચે મુજબ છે. શહેરના સાત ઝોનમાં અર્બન હેલ્થ સેન્ટર માં પાણીજન્ય રોગચાળાના આંકડા મોટા છે. હેલ્થ સેન્ટરના આંકડા સાફ દર્શાવે છે કે શહેરના દરેક ઝોનમાં પાણીજન્ય રોગ તાવ અને ઝાડા ઊલટીના કેસોમાં અભૂતપૂર્વ વધારો જોવા મળે છે સાત ઝોનમાં તાવના કેસ અને ઝાડા ઉલ્ટીના કેસ ફક્ત અને ફક્ત અર્બન હેલ્થ સેન્ટરોના છે.

કરોડો રૂપિયાના વોટર પ્રોજેક્ટના કામો કરવાનો દાવો કરાય છે. પરંતુ શહેરીજનોની પાણીની સમસ્યાનું નિરાકરણ આવતું નથી. શહેરના તમામ ઝોનમાં પ્રદુષિત પાણીની સમસ્યાથી નાગરિકો પરેશાન છે.પીવાનું પાણી પણ પ્રદુષિત હોવાનું જણાય છે.જેના કારણે રોગચાળામાં ખુબ જ વધારો થાય છે. કોંગ્રેસ પક્ષ દ્વારા સ્પષ્ટ કહેવામાં આવે છે કે વિકાસના પોકળ દાવાઓ કરવાનું બંધ કરી વાસ્તવિકતામાં પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવો નહીં તો પ્રજા જ્યારે વિફરશે તો કોર્પોરેશનમાં સમસ્યાના પીડિતોનો જનસેલાબ આવશે જેની તમામ જવાબદારી મોજુદા સત્તાધીશોની રહેશે.


Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *