
પોલીસને બાતમી આપી તેમ કહીને યુવકને 4 શખ્સોએ ભેગા મળીને ગડદા પાટુનો માર માર્યો હતો અને બાદમાં પોલીસને બાતમી આપીશ તો જાનથી મારી નાખીશું તેવી ધમકી પણ આપી હતી. જે મામલે યુવકે 4 ઈસમો સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.

કૃષ્ણનગરમાં રહેતા 23 વર્ષીય યુવક તેના મિત્રની નરોડા સુતરના કારખાના પાસે રાહ જોઈ રહ્યો હતો. ત્યારે મુકેશ ઠાકોર અને પ્રદ્યુમન સિંહ તથા તેની સાથે 2 અજાણ્યા યુવકો આવ્યા હતા. મુકેશ ઠાકોરે યુવકને કહ્યું કે, તે અમારા માણસોને પોલીસના હાથે કેમ પકડાવ્યા? તું પોલીસનો બાતમીદાર છે તને નરોડામાં નહીં રહેવા દઈએ કહીને યુવકને ચારેય જણાએ સાથે મળીને મારમાર્યો હતો.
આ દરમિયાન ફરીથી યુવકને કહ્યું કે, ફરીથી અમારા વિશે કોઈ પોલીસને માહિતી આપીશ તો તને તથા તારા પરિવારને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જે બાદ યુવક ત્યાંથી નાસી ગયો હતો અને નરોડા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. યુવકે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. નરોડા પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ gujaratfight.com ન્યૂઝ સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો gujaratfight.com ની મોબાઇલ એપ્લિકેશન.