અ’વાદ : આયશાના આરોપી પતિને કોર્ટે 10 વર્ષની સજા આપી

Gujarat Fight

ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં સાબરમતી રિવરફ્રન્ટ ઉપર વીડિયો બનાવી આપઘાત કરનાર આયશાને આજે ન્યાય મળ્યો છે. આયશાના છેલ્લા વીડિયોને કોર્ટે મહત્વનો ગણીને આજે કોર્ટે આયશાના આરોપી પતિ આરિફને દોષિત ગણ્યો હતો અને આરિફને 10 વર્ષની સજા આપી છે. અમદાવાદમાં બહુ ચર્ચાસ્પદ રહેલા આયશા આત્મહત્યા મામલામાં કોર્ટે આરોપી પતિને દોષિત જાહેર કરી સજા સંભળાવી છે. ગયા વર્ષે ફેબ્રુઆરી મહિનામાં સાબરમતી રિવરફ્રન્ટ પાસે આયશાએ પતિના ત્રાસના કારણે આપઘાત કરતાં પહેલા વીડિયો પણ બનાવ્યો હતો.

આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયો હતો. આ વીડિયોને સેશન્સ કોર્ટે મહત્વનો પુરાવો ગણ્યો છે. આ મામલે તપાસમાં આરોપીના વોઇસ ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. તે રિપોર્ટને મહત્વનો પુરાવો કોર્ટે ગણ્યો છે. કોર્ટે કહ્યું કે, સમાજમાં ઘરેલુ હિંસા ઘટાડવા આરોપીને છોડી ન શકાય. કોર્ટે ઘરેલુ હિંસાનો ભોગ બનેલી યુવતીની આત્મહત્યાને દુઃખદ ગણાવી હતી.

આયશાએ બનાવેલા વીડિયોમાં આયશાએ પોતાનું દર્દ વર્ણવ્યું હતું તેણે વીડિયોમાં કહ્યું હતું કે, “હેલ્લો, અસ્લામ વાલીકુમ મેરા નામ હૈ આઇશા આરિફખાન. ઔર મેં જો ભી કુછ કરને જા રહી હૂ વો મેરી મરજી સે કરને જા રહી હૂ. ઇસ મેં કિસિકા દોર ઔર દબાવ નહિ હૈ, અબ બસ ક્યા કહે? એ સમજ લિજીયેએ કે ખુદાકી ઝિંદગી ઇતની હોતી હૈ. ઔર મુજે ઇતની ઝિંદગી બહોત સુકૂન વાલી લગતી હૈ. ઔર ડિયર ડેડ કબ તક લડેગે અપનો સે કેસ વિડ્રોલ કર દો નહિ કરના આઇશા લડાઈઓ કે લિએ નહિ બની પ્યાર કરતે હૈ આરિફ સે ઉસે પરેશાન થોડી કરેગે?

અગર ઉસે આઝાદી ચાહિયે તો ઠીક હૈ વો આઝાદ રહે, ચલો અપની ઝિંદગી તો યહી તક હૈ. મૈં ખુશ હૂ કી મૈં અલ્લાહ સે મિલૂંગી ઉન્હેં કહુંગી કી મેરે સે ગલતી કહાં રેહ ગઈ? મા-બાપ બહુત અચ્છે મિલે, દોસ્ત બહોત અચ્છે મિલે પર શાયદ કહી કમી રેહ ગઈ મુજ મેં યા શાયદ તકદીર મેં, મેં ખુશ હૂ સુકૂન સે જાના ચાહતી હૂ અલ્લાહ સે દુઆ કરતી હૂ કી દુબારા ઇન્સાનો કી શકલ ન દિખાયે.


Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *