અમદાવાદમાં લગ્ન બાદ યુવતીને તેના માસીજીના દીકરા સાથે પ્રેમસંબંધ રાખવો ભારે પડયો છે. તેનો પ્રેમી અંગતપળોના ફોટા બતાવી પ્રેમસંબંધ રાખવા બ્લેકમેઈલ કરતો હતો. તેણે અંગતપળોના ફોટો યુવતીના સાસરીયાઓને બતાવી દીધાં હતાં. જેથી યુવતીને સાસરીમાંથી કાઢી મૂકવામાં આવી હતી. પ્રેમીએ તેને સતત એક મહિના સુધી રૂમમાં પુરી રાખી તેના પર ત્રાસ ગુજાર્યો હતો. આખરે યુવતીએ અભયમની ટીમને ફોન કરતા અભયમની ટીમ પહોંચે તે પહેલાં યુવતીને લઇ નાસી ગયો હતો. બાદમાં યુવતીને રસ્તામાં મૂકી દીધી અને ફરાર થઇ ગયો હતો. મહિલા હેલ્પલાઇનની ટીમે યુવતીને તેના ધર્મના ભાઈ-ભાભીના ઘરે સુરક્ષિત રીતે પહોંચાડી હતી.

મળતી માહિતી મુજબ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાંથી એક યુવતીએ અભયમ મહિલા હેલ્પલાઈન 181માં ફોન કરીને મારા પ્રેમીએ મને જબરદસ્તી કરીને ઘરમાં પુરી રાખી છે. મારે તેની સાથે રહેવુ નથી. જેથી મહિલા હેલ્પલાઈનની ટીમ ફોન પર સરનામું પૂછ્યું પરંતુ તે કહી શકી ન હતી. બાદમાં તેનો ફોન બંધ આવતો હતો. હેલ્પલાઇનની ટીમ જેમ તેમ અધૂરા સરનામે પહોંચી અને પ્રેમીના ફોન પર ફોન કરતા ફોન બંધ હતો. પ્રેમીને જાણ થતા તે યુવતીને લઈને ત્યાંથી જતો રહ્યો હતો, જેથી અભયમની ટીમે આસપાસના લોકોની પુછપરછ કરી તેમ છતા યુવતીનું કોઈ લોકેશન મળ્યું નહોતું.
આ દરમિયાન અભયમની ટીમ તે વસ્ત્રાલના એક ફ્લેટમાં પહોંચી હતી. ફ્લેટના એક સભ્ય દ્વારા ફોન નંબર તેના મોબાઈલમાં ડાયલ કરતા નંબર આવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે આજે જ આ વ્યક્તિ પાર્કિંગના સ્ટીકર લઈ ગયો હતો. આ દરમિયાન ફોન કરનાર યુવતીનો ફોન હેલ્પલાઇનની ટીમ પર આવ્યો હતો અને તેને રસ્તા પર તેનો પ્રેમી છોડીના ચાલ્યો ગયો હોવાનુ જણાવ્યું હતું. જેથી અભયમની ટીમ ઘટના સ્થળે પહોંચીને યુવતીની પુછપરછ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે યુવતીના માસીના દિકરા સાથે યુવતીના લગ્ન થયાના 6 મહિના બાદ પ્રેમ થયો હતો. બાદમાં બન્ને મળવા લાગ્યા હતા.