અમદાવાદ નરોડા GIDCમાં ફેઝ 2માં આવેલી એક કંપનીમાં ઓઇલમાં આગ લાગતાં એક કર્મચારીનું દાઝી જવાથી મોત થયું છે. આગની ઘટના બનતાં ફાયર બ્રિગેડની એક ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પરંતુ ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં જ કર્મચારી આખો આગની ઝપેટમાં આવી ગયો હતો અને તેનું ઘટનાસ્થળે દાઝી જવાથી મોત થયું હતું. આ મામલે ફાયરબ્રિગેડે પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.

ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ આજે સવારે સાડા અગિયાર વાગ્યાની આસપાસ નરોડા GIDC ફેઝ-2માં આવેલી આલ્ફા મેટલ નામની એન્જિનીયરિંગ કંપનીમાં કામ કરતો એક કર્મચારી મોહબ્બતસિંહ પરમાર (ઉ.વ વર્ષ 55) જ્યારે ઓઇલના ભાગમાં ગયા ત્યારે કોઈ કારણોસર આગ લાગી હતી. અને તેઓ આ આગની ઝપેટમાં આવી જતાં તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા.
કર્મચારીઓએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી પરંતુ ફાયર બ્રિગેડની એક ગાડી ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં કર્મચારી મોહબ્બતસિંહ પરમાર નું ઘટનાસ્થળે મૃત્યુ થઈ ગયું હતું. સમગ્ર ઘટના મામલે પોલીસ અને FSLની ટીમને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. હાલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી અને આગળની વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ gujaratfight.com ન્યૂઝ સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો gujaratfight.com ની મોબાઇલ એપ્લિકેશન.