અ’વાદમાં એક્ટિવાને AMCના ડમ્પરે ટક્કર મારી, 5 વર્ષના બાળકનું મોત

Gujarat Fight

અમદાવાદ શહેરમાં બેફામ વાહનો ચલાવવા કોઈ નવી વાત નથી, જેને પગલે દરરોજ નિર્દોષ નાગરિકો જીવ ગુમાવી રહ્યા છે. આજે શહેરના પાંજરાપોળ વિસ્તારમાં સહજાનંદ કોલેજ નજીક ડમ્પરચાલકે દીકરાને સ્કૂલે મૂકવા જઈ રહેલી એક્ટિવાચાલક મહિલાને અડફેટે લીધી હતી, જેમાં દહર ભટ્ટ નામના બાળકનું મોત થયું હતું. માતાની નજર સામે જ બાળકનું કચડાવાથી મોત થયું છે.

આ મામલે ટ્રાફિક-પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આંબાવાડીમાં આવેલી અમૃત જ્યોતિ સ્કૂલના જુનિયર કેજીમાં ભણતા દહર ભટ્ટ માતા સુરભિની સામે જ ડમ્પર નીચે કચડાઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે બાળકનો 1 જૂને જન્મદિવસ હતો.


Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *