ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની (Vadgam MLA Jignesh Mevani) આસામ પોલીસે (Assam Police arrested Jignesh Mevani) મધરાત્રે અટકાયત કરી. પાલનપુરથી જીગ્નેશે મેવાણીની અટકાયત થતા જ મામલો ગરમાયો અને સરકાર સામે નારા લગાવી વિરોધ કરવા સમર્થકો અને કોંગ્રેસ નેતાઓ આવી ગયા હતા. જીગ્નેશે કરેલા ટ્વીટ બાબતે તેની સામે કાર્યવાહી થતા સરકાર પર અનેક આક્ષેપો કરવામાં આવ્યા હતા.

પાલનપુર ખાતે આસામ પોલીસની ગાડી આવી અને તેમાં જીગ્નેશ મેવાણીને લઈ ગઈ. જીગ્નેશ મેવાણીએ તાજેતરમાં 18 તારીખ આસપાસ કરેલા ટ્વીટ મામલે પહેલા અરજી થઈ હતી. બાદમાં ફરિયાદ થતા આસામ પોલીસ જીગ્નેશ મેવાણીને પકડવા ગુજરાત આવી પહોંચી હતી. જ્યાં પાલનપુરથી તેની અટકાયત કરાઈ અને પોલીસ વાનમાં નાખી તેને સીધો એરપોર્ટ લઈ જવાયો હતો.
જોકે, આ દરમિયાન જીગ્નેશની કયા કારણોસર અટકાયત કરાઈ છે તેનો પોલીસે જવાબ ન આપ્યો હોવાનો આક્ષેપ કરાયો હતો. ના તો ફરિયાદ અરજીની કોપી અપાઈ કે ના તો કોઈ મૌખિક જવાબ અને તેના લીધે જ જીગ્નેશના સમર્થકોમાં મેસેજ જતા લોકો એરપોર્ટ આવી ગયા અને સરકાર અને પોલીસ સામે સુત્રોચાર કરી વિરોધ કર્યો હતો. જીજ્ઞેશે જણાવ્યું કે, તે ખોટી ફરિયાદોથી ડરશે નહિ, પોલિસ દ્વારા કયા કારણોથી લઈ જવાય છે તે કહેવામાં આવ્યું નહોતું અને આગામી સમયમાં લડત વિના ડરે ચાલુ રાખશે.