બૉક્સિંગની દુનિયાનો બેતાજ બાદશાહ ગણાતો માઇક ટાયસન હાલમાં વિવાદોમાં આવી ગયો છે. તાજેતરમાં જ સોશ્યલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં બૉક્સર માઇક ટાયસન ગુસ્સામાં એક વ્યક્તિને મુક્કા મારતો દેખાઇ રહ્યો છે. કહેવાઇ રહ્યું છે કે આ વીડિયો એક પ્લેનની અંદરનો છે અને સાથી પેસેન્જર સાથે માઇક ટાયસનનો ઝઘડો થયો છે.

અમેરિકન પૂર્વ સ્ટાર બૉક્સર માઇક ટાયસન પ્લેનનમાં બેસેલા એક સાથી પેસેન્જરને ગુસ્સામાં મુક્કા મારી રહ્યો છે. ખરેખરમાં આ વ્યક્તિ પ્લેનમાં માઇક ટાયસનને વારંવાર હેરાન પરેશાન કરી રહ્યો હતો, અને આ કારણે તેને પેસેન્જરને સબક શીખવાડ્યો હતો. તેનો ચહેરો જ બગાડી દીધો હતો. આ મામલો 20 એપ્રિલનો કહેવાય છે.
રિપોર્ટ મુજબ, માઈક ટાયસન જેટબ્લુ પ્લેનમાં સાન ફ્રાન્સિસ્કોથી ફ્લોરિડા જઈ રહ્યો હતો. આ દરમિયાન ફ્લાઇટમાં ટાયસનની પાછળની સીટ પર એક વ્યક્તિ બેઠો હતો, જે વારંવાર કેટલાક પ્રશ્નો પૂછી રહ્યો હતો. કેટલીયવાર ના પાડવા છતાંય તે વ્યક્તિએ માઇક ટાયસન સાથે વાત કરવાનું બંધ કર્યું નહીં. વારંવાર ના પાડવા છતાં પણ પેસેન્જર બંધ ના થયો તો ટાયસન તેના ચહેરા પર દનાદન મુક્કાઓ માર્યા. આ બધાનો વીડિયો એક વ્યક્તિ મોબાઇલથી બનાવી રહ્યો હતો.