અમરેલીમાં ભાણેજ પર કૌટુંબિક મામાએ દુષ્કર્મ આચર્યું

Gujarat Fight

અમરેલીના ચક્કરગઢ રોડ પર રહેતા એક શખ્સે પોતાની 11 વર્ષની કૌટુંબિક ભાણેજ પર સતત છ માસ સુધી દુષ્કર્મ આચરી શારીરિક છેડછાડ કરી મામા ભાણેજના સંબંધને લજવ્યો હતો. એટલુ જ નહી આ શખ્સે પોતાની બહેનને મારી નાખવાની ધમકી પણ આપી હતી. અમરેલીમાં ચક્કરગઢ રોડ પર શેરી નંબર-4મા રામવાડીમા રહેતા યશ મહિપતભાઇ ભટ્ટ નામના યુવાન ઉપરાંત તેના પિતા મહિપત હિમતલાલ ભટ્ટ સામે ફરિયાદ નોંધાઇ છે. યશની કૌટુંબિક બહેને ફરિયાદ નોંધાવી હતી કે તેની બહેનની માત્ર 11 વર્ષ અને 5માસની ઉંમરની દીકરી પર તેણે આ કૃત્ય આચર્યુ હતુ.

નાની દીકરીની ગેર સમજણનો લાભ લઇ તે વારંવાર તેની સાથે શારીરિક અડપલા કરતો હતો અને અકુદરતી રીતે કામ વાસના સંતોષતો હતો. આ શખ્સે છ માસના સમયગાળા દરમિયાન તેના પર અવારનવાર દુષ્કર્મ આચર્યુ હતુ. યશના પિતા મહિપતને આ અંગે જાણ થતા તેણે પોતાના પુત્રને છાવરવાનો પ્રયાસ કર્યો હતો. એટલુ જ નહી યશની કૌટુંબિક બહેન જયારે આ અંગે ફરિયાદ કરવા પોલીસ મથકે જઇ રહી હતી ત્યારે બાપ દીકરા બંનેએ તમને કાપી નાખવા જોઇએ તેમ કહી ગાળો દઇ મારી નાખવાની ધમકી આપી હતી. માત્ર 11 વર્ષની બાળકી પર કૌટુંબિક મામાના આ પ્રકારના દુષ્કૃત્યથી સમાજમા તેના પર ફિટકાર વરસી રહ્યો છે. બનાવ અંગે સીટી પોલીસે આઇપીસીની જુદીજુદી કલમ ઉપરાંત પોકસો એકટ હેઠળ પિતા પુત્ર બંને સામે ફરિયાદ નોંધી છે. બનાવ અંગે સીટી પીઆઇ તપાસ ચલાવી રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ gujaratfight.com ન્યૂઝ સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો gujaratfight.com ની મોબાઇલ એપ્લિકેશન.


Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *