અમદાવાદ- રાજકોટ હાઈવે ઉપર એમોનિયા લીકેજ થતાં નાસભાગ

Gujarat Fight

રાજકોટ અને અમદાવાદને જોડતા નેશનલ હાઈવે ઉપર બામણબોર (તા. ચોટીલા) નજીક એક એમોનિયા ભરેલું ટેન્કર પલ્ટી ખાઈ જતાં મોટો ખતરો સર્જાયો છે. મળી રહેલી માહિતી અનુસાર ટેન્કરમાંથી એમોનિયા લીકેજ થયું હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અકસ્માતના સ્થળે પહોંચી ગયું છે અને લીકેજથી થતી જોખમી અસર ટાળવા માટે તેના ઉપર પાણીનો મારો કરી રહ્યું છે. લીકેજના કારણે ટ્રાફિક ડાઈવર્ટ કરવાની ફરજ પડી છે.

એમોનિયા એક જીવલેણ ગેસ છે અને તેના કારણે લોકોના જીવન ઉપર ખતરો પેદા થઈ શકે છે. એમોનિયા ગેસના સ્વરૂપે જે દિશામાં પવન હોય એ તરફ ઉડે છે. એકદમ ઠંડો ગેસ હોવાના કારણે એ ચામડીના સંપર્કમાં આવે તો તે દઝાડે છે પણ જેને અસર થઈ હોય તેને થોડી પળો પછી તેની જાણ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ gujaratfight.com ન્યૂઝ સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો gujaratfight.com ની મોબાઇલ એપ્લિકેશન.


Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *