ગુજરાતમાં ડ્રગ્સ સપ્લાયરો અને વેચનારાઓ પર મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગઈકાલે 30 મેં ના રોજ અમદાવાદમાંથી એમડી ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ ડ્રગ્સ પેડલરોની અટકાયત કરવામાં આવી હતી, જયારે આજે 1 મે ના રોજ રાજકોટમાંથી એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટમાં SOGએ મોટી કાર્યવાહી કરી એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે.

રાજકોટના રામનાથ પરા વિસ્તારમાં રહેતા વસિમ નામના શખ્સને એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યો છે. આરોપીએ પોતાના પગરખાંના તળિયામાં આ ડ્રગ્સ સંતાડ્યું હતું. વિદ્યાર્થીઓ અને યુવાઓને ડ્રગ્સનો જથ્થો પહોંચાડવામાં આવનાર હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહૈ છે.
ગુજરાતના દરિયાકાંઠેથી છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ રહ્યો છે. આ કડીમાં હવે સિંધુભવન રોડ પર એમડી ડ્રગ્સનું વેચાણ કરતા પેડલરો ઝડપાયા છે. ક્રાઈમ બ્રાન્ચે ત્રણ પેડલરોની ધરપકડ કરી છે. 18.96 ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થા સાથે આરોપીઓને ઝડપી પાડ્યા છે. મળતી માહિતી પ્રમાણે પોલીસે આરોપીઓ પાસેથી કુલ 9 લાખ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ gujaratfight.com ન્યૂઝ સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો gujaratfight.com ની મોબાઇલ એપ્લિકેશન.