અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ દીકરીનું નામ પાડ્યું માલતી મેરી

Gujarat Fight

બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા (Priyanka Chopra)ની પુત્રીનો જન્મ આ વર્ષે જાન્યુઆરીમાં થયો હતો. પ્રિયંકા અને નિક જોનાસ સરોગસી દ્વારા નાની રાજકુમારીના માતા-પિતા બન્યા છે. અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ તેની પુત્રીનું નામ માલતી મેરી પાડ્યું છે. પુત્રીના નામમાં પણ ભારતીય અને પશ્ચિમી એમ બંનેનું સંમિશ્રણ કરાયું છે.

પ્રિયંકા અને નિકની પુત્રીનું નામ Malti Marie Chopra Jonas રાખવામાં આવ્યું છે. પ્રિયંકાએ પોતાની પુત્રીનું નામ નિક અને તેની સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને રાખવામાં આવ્યું છે. આ પ્રિયંકા અને નિકની પુત્રીનું નામ જે સામે આવ્યું છે તેમાં બંનેની સંસ્કૃતિનું સ્પષ્ટ નિરૂપણ છે. માલતી સંસ્કૃત શબ્દ છે અને તે એક સુગંધી ફૂલ વેલનું નામ છે. તેનો અર્થ ચાંદની પણ થાય છે. મેરી નામ લેટિનમાં સમુદ્રી તારા માટે વપરાય છે. સાથે તેમાં બાઈબલનો પણ સંદર્ભ છે.

પ્રિયંકાની પુત્રીના બર્થ સર્ટિફિકેટમાં તેનું આખું નામ માલતી મેરી ચોપરા જોનાસ એવું રાખવામાં આવ્યું છે. પ્રિયંકાની પુત્રી માલતીનો જન્મ કેલિફોર્નિયાના San Diego ખાતે રાત્રે 8 વાગ્યા બાદ થયો હતો. એવો દાવો કેટલાક મીડિયા રિપોર્ટસમાં કરાયો છે.


Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *