અભિનેત્રી અને રાઇટર ટ્વિન્કલ ખન્નાની એક શોર્ટ સ્ટોરી પરથી ફિલ્મ બનવવાની જાહેરાત થઈ છે. અક્ષય કુમારની પત્ની કે રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડીયાની દીકરીથી પણ એક વિશેષ ઓળખ ટ્વિન્કલ ખન્નાએ ઉભી કરી છે. આજે ટ્વિન્કલની ગણતરી દેશના શ્રેષ્ઠ હાસ્ય લેખકોમાં થાય છે. તેનાં પુસ્તકો બેસ્ટ સેલર કેટેગરીમાં સ્થાન પામે છે.

ટ્વિન્કલની એક બુક ‘ધિ લિજેન્ડ ઓફ લક્ષ્મી પ્રસાદ’ બહુ લોકપ્રિય થઈ હતી. હવે તેમાંથી જ એક શોર્ટ સ્ટોરી ‘સલામ નોની આપા’ પરથી ફિલ્મ બનવાની છે. ખુદ ટ્વિન્કલે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે.
આ શોર્ટ સ્ટોરી ટ્વિન્કલના નાની અને તેમની સખીની વાત પર આધારિત છે. આ સ્ટોરી પરથી અગાઉ નાટક બની ચૂક્યું છે. હવે તેને એક કોમિક રોમાન્સ ના સ્વરૂપમાં ફિલ્મમાં ઢાળવામાં આવશે. એડ મેકર સોનલ ડબરાલ આ ફિલ્મથી દિગ્દર્શક તરીકે ડેબ્યુ કરશે.