ભારતની ટોચની અભિનેત્રીઓમાં શામેલ જેક્લિન ફર્નાન્ડિઝ સામે ઈડીએ કડક કાર્યવાહી કરી છે. સુકેશ કેસમાં જેક્લિન ફર્નાન્ડિઝની 7.27 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. કેન્દ્રિય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)એ શ્રીલંકન અને હાલમાં બોલિવૂડમાં નામના મેળવેલ જેક્લિન ફર્નાન્ડિઝની કોનમેન સુકેશ સંબંધિત કેસમાં 7 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી હોવાના અહેવાલ છે.

ઈડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ આ કાર્યવાહી કરી છે. કેશ ચંદ્રશેખરના 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં નવો ધડાકો થયો છે. તેના વકીલે દાવો કર્યો હતો કે સુકેશ ચંદ્રશેખર અને જેક્લિન ફર્નાન્ડિઝ એકબીજાને ડેટ કરી રહ્યા હતા. બીજી તરફ એવો પણ દાવો થયો હતો કે સુકેશ ચંદ્રશેખરે જેક્લિન અને નોરા ફતેહીને લક્ઝૂરિયસ કાર ગિફ્ટ કરી હતી. 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ બોલીવૂડ અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડિઝની પૂછપરછ કરી હતી. જેક્લિનના પ્રવક્તાએ દાવો કર્યો હતો કે ઈડીએ જેક્લિનને સાક્ષી બનાવવા માટે તેનું નિવેદન નોંધ્યું છે.
જેક્લિનની એમાં સંડોવણી ન હોવાનો ખુલાસો એ નિવેદનમાં થયો હતો. સૂત્રોના કહેવા પ્રમાણે સુકેશ થોડા સમયમાં આ બંને અભિનેત્રીઓને બંગલો ગિફ્ટ કરવાનો હતો, પરંતુ તે પહેલાં તેના મની લોન્ડરિંગના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. ઈડીએ આ મુદ્દે બંને અભિનેત્રીઓની એક પછી એક પૂછપરછ કરી છે. બંનેની લાંબી પૂછપરછ ચાલી રહી છે. સુકેશે એક મોટા ફિલ્મનિર્માતાને બહુ જ મોટી રકમ આપવાનો હતો એવો ઘડાકો પણ થયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ gujaratfight.com ન્યૂઝ સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો gujaratfight.com ની મોબાઇલ એપ્લિકેશન.