અફઘાનિસ્તાનમાં 4 સ્થળોએ બ્લાસ્ટ, 20 લોકોના મોત

Gujarat Fight

અફઘાનિસ્તાનમાંથી એક મોટી દુર્ઘટના ઘટી છે. ફરી એકવાર અફઘાનિસ્તાન બોમ્બ બ્લાસ્ટનાં કારણે હલી ગયુ છે. અહીં મજાર એ શરીફ મસ્જીદમાં બ્લાસ્ટ થયો છે. દેશનાં ત્રણ અલગ અલગ ભાગમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો. અહીં કાબુલ, નગંરહાર અને કુંદુજમાં પણ બ્લાસ્ટ થયો છે. મસ્જીદમાં કુલ 4 બ્લાસ્ટ થયા છે. જેમાં 20 લોકોના મોત થયાની જાણકારી મળી રહી છે.

અફઘાનિસ્તાનના મજાર-એ- શરીફ મસ્જીદ સિવાય દેશના અન્ય વિસ્તારોમાં બોમ્બ બ્લાસ્ટ થવાના કારણે 20 લોકોનાં મોત થઇ ગયા છે. આ બોમ્બ બ્લાસ્ટના કારણે ઘણાં લોકો ઘાયલ પણ થયા છે. ઘણા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યાં છે. હોસ્પિટલમાં ઘાયલોની સારવાર ચાલી રહી છે. અફઘાનિસ્તાનમાં 4 બોમ્બ બ્લાસ્ટ થવાના કારણે અફઘાનિસ્તાન હલી ગયુ છે.


Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *