ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગ પ્રકરણે જેલમાં બંધ રાજ્યના માજી ગૃહ પ્રધાન અને રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા અનિલ દેશમુખની અદાલતી કસ્ટડી વધુ ૧૪ દિવસ માટે લંબાવાઈ છે. દેશમુખના અંગત સચિવ સંજીવ પાલાંડે તથા કુંદન શિંદે અને બરતરફ પોલીસ અધિકારી સચિન વાઝેને પણ ૧૩ મે સુધી અદાલતી કસ્ટડી આપવામાં આવી છે.

ખંડણી વસૂલી અને મની લોન્ડ્રગિં પ્રકરણે પકડાયેલા દેશમુખની કસ્ટડી હાલ સીબીઆઈને આપવામાં આવી છે. સીબીઆઈ કસ્ટડીમાં તેમની તપાસ કરવામાં આવ્યા બાદ હવે તેમને અદાલતી કસ્ટડી અપાઈ છે. આજે કસ્ટડી પૂરી થતાં વિશેષ કોર્ટમાં તેમને હાજર કરવામાં આવતાં અદાલતી કસ્ટડી લંબાવાઈ છે. અનિલ દેશમુખ ગૃહ પ્રધાનપદનો દુરુપયોગ કર્યો હોવાનો અને સચિન વાઝેને દર મહિને રૃ. ૧૦૦ કરોડની ખંડણી વસૂલવાનો ટાર્ગેટ આપ્યો હોવાનો આરોપ માજી પોલીસ કમિશનર પરમબીર સિંહે કર્યો હતો.
હાઈ કોર્ટના આદેશથી સીબીઆઈ અને ઈડી એમ બે કેન્દ્રીય તપાસ યંત્રણા આ પ્રકરણની તપાસ કરી રહી છે. બીજી તરફ દેશમુખ પર ભ્રષ્ટાચારના આરોપની તપાસ માટે રાજ્ય સરકારે પણ એક સભ્યના ચાંદીવાલ કમિશનની નિયુક્તિ કરી છે. પંચે ત્રણ દિવસ પૂર્વે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને અહેવાલ સોંપ્યો હતો. અહેવાલમાં અનિલ દેશમુખને ક્લિન ચિટ અપાઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ gujaratfight.com ન્યૂઝ સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો gujaratfight.com ની મોબાઇલ એપ્લિકેશન.