અધ્યાપકોને મળશે સાતમા પગાર પંચનો લાભ : શિક્ષણમંત્રી

Gujarat Fight

શિક્ષણમંત્રી દ્રારા આજે મોટી જાહેરાત કરવામાં આવી હતી. જેના લીધે અધ્યાપકોમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી હતી. છેલ્લા કેટલાક સમયથી અધ્યાપકોના પડતર પ્રશ્નોનું નિરાકરણ આવી છે. તારીખ 1-1-2006 થી યુનિવર્સિટીના અધ્યાપકોના પ્રમોશન અટકાવવામાં આવ્યા હતા જે પુન:સ્થાપન કરવામાં આવ્યું છે. જેથી 3 હજાર અધ્યાપકોને કેરિયર એડવાન્સ સ્કીમ (CAS) નો લાભ મળશે.

આ ઉપરાંત સીએએસની પરીક્ષા અને હીંદીની પરીક્ષાના નિર્ણયને દૂર કરવામાં આવ્યો છે. જેનો લાભ નિવૃત તથા હયાત અધ્યાપકોને લાભ થશે. સાતમા પગાર પંચમાં શિક્ષણ વિભાગના 1-2-19 ના ઠરાવની શરત 8 દૂર કરવામાં આવી છે. તેનાથી હવે તેમને સીએએસનો લાભ મળશે. સળંગ નોકરીના નિયમના કારણે અધ્યાપકો પ્રિન્સિપાલ થઇ શકતા ન હતા તે હવે પ્રિન્સિપાલ થઇ શકશે. જેના કારણે લગભગ 3 હજાર જેટલા અધ્યાપકોને સીધો ફાયદો થશે. નિવૃત અધ્યાપકો જે સેવા આપી રહ્યા છે તેમને સાતમા પગાર પંચના લાભો તાત્કાલિક અસરથી આપવામાં આવશે. 1-2-19 પહેલાં સળંગ નોકરીમાં જોડાવવાની કાર્યવાહી કરવામાં આવતી હતી તે જ કાર્યવાહી કરવાની રહેશે.

શિક્ષણમંત્રીએ વધુમાં કહ્યું હતું કે ગુજરાત રાજ્ય અધ્યાપક મંડળ, ગુજરાતના અધ્યાપકોના અલગ-અલગ મંડળના પડકાર પ્રશ્ન રાજ્ય સરકાર ચર્ચામાં હતા તેનું નિરાકરણ આવી ગયું છે. મને આનંદ છે મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ હંમેશા સંવેદનશીલ લોકોના અને વ્યાજબી નિયમના પ્રશ્ન અને બતાવવા માટે સૂચના આપી છે. ત્યારે ખૂબ મહત્વના કહી શકાય એવા પ્રશ્નનું નિરાકરણ આવ્યું છે.


Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *