અંતરિક્ષમાં બનશે કૃત્રિમ ગુરૂત્વાકર્ષણવાળી હોટેલ

Gujarat Fight

અંતરિક્ષમાં પર્યટનની શરૂઆત તો અમેરીકી બિઝનેસમેન એલોન મસ્કની કંપની કરી જ ચૂકી છે. હવે ત્યાં રહેવાની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અમેરીકાની એક કંપની લાંબા સમયથી આ પરિયોજના પર કામ કરી રહી છે. મળતી માહિતી પ્રમાણે 2025માં અંતરિક્ષમાં આલીશાન હોટલ તૈયાર થઈ જશે.

અવકાશમાં નિર્માણ સંબંધિત એક પ્રખ્યાત કંપની ઓર્બિટલ એસેમ્બલી કોર્પોરેશન બે વર્ષ પહેલાથી જ આ હોટલની ડિઝાઈન અને અવધારણા પર કામ કરી રહી છે. કંપની અંતરિક્ષમાં બે હોટલ બનાવવામાં આવશે જેમાં પહેલી હોટલ 3 વર્ષ બાદ એટલ કે, 2025માં જ્યારે બીજી હોટલ 2027માં ખુલશે.

કંપનીએ જણાવ્યું કે, 2025માં બનીને તૈયાર થનારી ન્યૂ પાયનિયર સ્પેસ સ્ટેશનમાં 28 લોકો સરળતાથી રહી શકશે. જ્યારે અનુમાન પ્રમાણે 2027માં તૈયાર થનારી વોયાજર સ્પેસ સ્ટેશનમાં લગભગ 400 પ્રવાસીઓ રોકાઈ શકશે. વોયાજરનું ક્ષેત્રફળ 124,861 ચોરસ ફૂટ છે. તેનો વજન લગભગ 2418 મેટ્રિક ટન હશે.

વોયાજર અંતરિક્ષ હોટલમાં પ્રવાસીઓ માટે 24 મોડ્યૂલ(રૂમ) હશે જેમાં પ્રત્યેકનો વ્યાસ 12 મીટર અને લંબાઈ 20 મીટર છે. પ્રત્યેક મોડ્યૂલ 3 મંઝિલોમાં ફેલાયેલ અને કુલ 500 વર્ગ મીટર ક્ષમતા વાળું હશે. તેમાં લક્ઝરી સૂટ, લક્ઝરી રૂમ અને સ્ટાન્ડર્ડ રૂમ હશે. સ્ટેશનની સામાન્ય ક્ષમતા જ્યારે મહત્તમ ક્ષમતા 440 લોકોની હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ gujaratfight.com ન્યૂઝ સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો gujaratfight.com ની મોબાઇલ એપ્લિકેશન.


Gujarat Fight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *